યાત્રાળુઓનો જીવ બચાવાયો: નેપાળમાં પૂરમાં ફસાયેલા પારડીના 9 લોકોનું
*નેપાલ ભગવાન શ્રી પશુપતિનાથજી ના દર્શનાર્થે વલસાડ જિલ્લા ના પારડી ના ફસાયેલા ૯ યુવાનો ને હેમકેમ રેસ્ક્યુ કરાવતા દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ અને લોકસભા ના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ*
*તમામ ૯ યુવાનોને હેમખેમ નેપાલ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે લવાયા*
*વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના ૯ યુવાનો નેપાલ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજી ના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનો માં ગયા હતા જ્યાં તેઓ ફસાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભા ના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરતા તેમણે ત્વરિત આ અંગે દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી ને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે ની જાણ કરી હતી, જે બાદ દેશના આદરણીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાલ ખાતે ફસાયેલ તમામ ૯ યુવાનોને ભારત સરકાર ના ની ઇન્ડિયન એમ્બેસિ દ્વારા નેપાલ સરકાર સાથે સંપર્ક કરી તમામ ને રેસ્ક્યુ કરી તેમને નેપાલ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યા હતા*
*વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા ૯ યુવાનો (૧)મિતેશ મોહનભાઈ ભંડારી (૨)મિતેશ સુરેશભાઈ પટેલ (૩)નિલેશ ઈશ્વરભાઈ પટેલ (૪) જીગરકુમાર ભરતભાઇ પટેલ (૫)જયનેશ હિરુભાઈ ભંડારી (૬)જયેશ ઠાકોરભાઈ પટેલ (૭)જિનલ શશીકાંતભાઈ રાઉત (૮)તુષાર કાંતિભાઈ પટેલ (૯)વિમલ અનિલભાઈ ભંડારી તેમની માલિકીની કારમાં યુવાનો ભગવાન શ્રી પશુપતિનાથજી ના દર્શન કરવા માટે નેપાલ ખાતે ગયા હતા જ્યાં તેઓ સંજોગોવશ ફસાઈ જતા આ અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભા ના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ને કરતા તેમણે સમગ્ર ઘટના અંગે ની જાણ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહીજી ને કરતા તેમણે નેપાલ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ ૯ યુવાનો ને રેસ્ક્યુ કરી હેમકેમ પરત નેપાલ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે તમામ યુવાનો ને લઈ જવામાં આવ્યા હતા,રેસ્ક્યુ કરાયેલા તમામ યુવાનોએ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ,લોકસભા ના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરી સાંસદશ્રી જોડે વીડિયો કોલ કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી*