સમાજમાંથી બહિષ્કાર મુદ્દે
Singer Kinjal Dave નું મોટું નિવેદન
સમાજમાંથી બહિષ્કાર અને આંતરજ્ઞાતિ લગ્ન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે જાણીતી લોકગાયિકા કિંજલ દવેએ મોટું નિવેદન આપ્યું છે. પરિવાર અને સગપણને લઈને થઈ રહેલી ટીકાઓ પર મૌન તોડતાં કિંજલ દવેએ કહ્યું કે, “દીકરી તરીકે કેટલીક વાતો સહન ન થઈ, એટલે બોલવું જરૂરી લાગ્યું.”
કિંજલ દવેએ સ્પષ્ટ કહ્યું કે તેમને બ્રહ્મકન્યા હોવાનો ગૌરવ છે અને બ્રહ્મસમાજના લોકોએ તેમની સફળતા સફરમાં મોટો ફાળો આપ્યો છે. સાથે જ તેમણે સમાજના કેટલાક અસામાજિક તત્વો પર પ્રહાર કરતા કહ્યું કે, “મોર્ડન સમાજમાં 2-4 લોકો દીકરીઓ માટે મર્યાદા નક્કી કરે છે, જે સ્વીકાર્ય નથી.”
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દીકરીઓ જ્યારે તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે, તો લાઇફ પાર્ટનર પસંદ કરવાનો હક્ક તેમને કેમ ન હોવો જોઈએ? કિંજલ દવેએ સમાજને અપીલ કરી કે દીકરીઓની પાંખો કાપવા ઇચ્છતા લોકોને સમાજમાંથી દૂર કરો, નહીં તો સમાજનું ભવિષ્ય જોખમમાં પડી જશે.
> “દીકરીઓને રોકશો તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે” .🙏
– કિંજલ દવે