આજે સવારે વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી વલસાડ જવા પ્રસ્થાન કર્યું.
આજથી ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ગુજરાત સરકારની ત્રણ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે. મંત્રીમંડળના સૌ સભ્યો અને ઉચ્ચ સનદી અધિકારીઓ આ શિબિરમાં જોડાઈ રહ્યા છે.
“સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" ની થીમ સાથે ‘વિકસિત ભારત - વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે વિચારોનું શૅરિંગ અમે કરીશું. આ વિચારવિમર્શ આવનારા સમયમાં ગુજરાતના વિકાસ, લોકાભિમુખ વહીવટ અને જનકલ્યાણની દિશામાં ખૂબ ઉપયોગી બની રહેશે.