
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની રજૂઆતની અસર માત્ર સાત દિવસની અંદરજ રાહત પેકેજની જાહેરાત
વલસાડ ના ગામોમાં આવેલ વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સાંસદ ધવલ પટેલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલની મહેનત રંગ લાવી રાહત પેકેજ જાહેર
વાવાઝોડાના અસરગ્રસ્તોની સતત કરેલી ચિંતાને લઈ ધવલભાઈ પટેલ,ભરતભાઇ પટેલે યુદ્ધના ધોરણે કરાવેલા સર્વે બાદ સાત દિવસના ટૂંકાગાળામાં સહાયની કરાશે ચુકવણી
વલસાડ ના નાના સુરવાડા, મોટા સુરવાડા, ભગડાવાડા ગામે આવેલ કુદરતી આફતને હોનારત સર્જાઈ હતી જેમાં મોટાભાગના ઘરોને મોટાપાયે નુકશાન થવા પામ્યું હતું જેને લઈ વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ વલસાડ ભાજપ સંગઠન અને તંત્ર સાથે મળી અસરગ્રસ્તોની મુલાકાત લઈ નુકશાનીને લઈ તંત્રના અધિકારીઓ જોડે અને જિલ્લા કલેકટર સાથે સતત સંકલનમાં રહી મિટિંગો યોજી યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યના મુખમંત્રીને પત્ર લખી સતત મુખ્યમંત્રી જોડે સંકલનમાં રહી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે એ દિશામાં સતત કાર્ય શરૂ કર્યું તેમજ બીજીવાર પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈ અનાજ કીટ અને પતરાની પણ વ્યવસ્થા કરી ઘરે ઘરે જઈ કીટ વિતરણ કરી અસરગ્રસ્ત લોકોને વહેલી સહાય મળે એ દિશામાં થઈ રહેલા કાર્યને લઈ સાંસદ ધવલભાઈ પટેલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલની મહેનત રંગ લાવી અને સાત દિવસના ટૂંકાગાળામાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવાંમાં આવ્યું આવી પડેલી કુદરતી આફ્તને લઈ વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ દ્વારા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તંત્રના અધિકારીઓને સાથે રાખી વાવાઝોડાથી નુકશાન પામેલા ઘરો અને અસરગ્રસ્તો સાથે સાંસદશ્રી,ધારાસભ્યશ્રી એ રૂબરૂ મળી તંત્રના અધિકારીઓને નુક્શાનીનો સર્વે શરૂ કરી વહેલી તકે સર્વે પૂર્ણ થાય અને અસરગ્રસ્તોને સહાયની ચુકવણી કરવા માટે આદેશ આપ્યો હતો તેમજ અસરગ્રસ્તોની મુલાકાત લઈ સાંસદશ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ દ્વારા તુરત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડે આ બાબતે ગંભીર ચર્ચાવિચારણા કરી યુદ્ધના ધોરણે અસરગ્રસ્તોને સહાય મળે એ દિશામાં કાર્ય શરૂ કર્યું હતું જેને લઈ સાંસદ ધવલભાઈ પટેલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ ની મહેનત રંગ લાવી હતી, સાંસદ ધવલભાઇ પટેલ,ભરતભાઇ પટેલ દ્વારા વહીવટી તંત્ર ને સર્વે કરવા માટે આપેલા આદેશને લઈ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરેલા સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર 7 દિવસના ટૂંકાગાળામાં સહાય મળવા જઈ રહી છે જે તા.07-10-2025 થી અસરગ્રસ્તોને સહાયની ચુકવણી કરવામાં આવશે
બોક્ષ: વાવાઝોડાના અસરગ્રસ્તો માટે અમે જિલ્લા કલેકટર અને તંત્રના અધિકારીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સતત સંપર્કમાં રહી યુદ્ધના ધોરણે સર્વે કરાવ્યો તેમજ અસરગ્રસ્તોને રૂબરૂ મળી રાહત પેકેજ મંજુર થાય એ પહેલાં પણ દરેક મદદ કરવા માત્ર ભાજપ સંગઠનને ખડેપગે રહેવા જણાવ્યું હતું તેમજ અનાજ કીટ અને પતરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી હાલમાં રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત પેકેજ જાહેર કરવામાં આવતા તમામ અસરગ્રસ્તોને રાહત થવા જઈ રહી છે અને આ સહાયને લઈ એકપણ અસરગ્રસ્ત બાકાત ન રહે એની પણ સંપૂર્ણ કાળજી રાખવા અધિકારીઓને જણાવ્યું છે - ધવલભાઈ પટેલ સાંસદ વલસાડ-ડાંગ,ભરતભાઇ પટેલ ધારાસભ્ય વલસાડ.