Sankranti Fair
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુરના સહયોગથી *'વસંતોત્સવ ૨૦૨૫'* નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
• ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે, *તા.૨૧ ફેબ્રુઆરીથી તા.૨ માર્ચ ૨૦૨૫* દરમિયાન સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે *દસ દિવસ* સુધી કલા અને સંસ્કૃતિનો આ મહોત્સવ યોજાશે.
• આ મહોત્સવમાં *આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવતા અને મન મોહી લે તેવા વિવિધ રંગારંગ કાર્યક્રમો, લોકકલાના જીવંત પ્રદર્શનો* અને પરંપરાગત હસ્તકલાની ખરીદીનો આનંદ માણી શકાશે.
• ગુજરાતની *લોકકલા અને હસ્તકલાના* સમૃદ્ધ વારસાને માણવા અને પ્રોત્સાહન આપવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.