
બનાસકાંઠા ના ધાનેરા સૂર્યોદય સ્કૂલ ખાતે વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજનું વિદ્યાર્થી અને કર્મચારી સંમેલન યોજાયું.
ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે શિક્ષણ દ્વારા સમાજ-ઉન્નતિના સંકલ્પ સાથે વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડવા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કર્મચારીગણ દ્વારા મોટિવેશનલ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.આ સંમેલનની ખાસ વાત એ રહી કે,આ વર્ષે ધોરણ દસમાં સૌથી વધુ ટકા લાવી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. તેવી વિદ્યાર્થિની રિંકલબેન સભાઅધ્યક્ષ બન્યાં હતાં. અને ધોરણ દસમાં સારા ટકા સાથે ઉતીર્ણ થયા હતા એવા વિદ્યાર્થી દિનેશભાઈ સભા-ઉપાધ્યક્ષ બન્યા હતા. સાથે-સાથે ધોરણ ૧૨ના ત્રણેય પ્રવાહના ટોપરોને પણ સભ્યપદ મળ્યું હતું. આવનાર તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી.તેમજ સ્વાગતગીત અને ગરબાનૃત્ય, લોકગીતો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.