આદિવાસી સમાજ માટે એલફેલ બોલનાર રાજભા ગઢવી સામે આહવાનાં વકીલોમાં રોષ, ગુનો દાખલ કરવા માંગ
સાપુતારા, તા.૨૫ ગુજરાતનાં લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની માંગ સાથે ડાંગ જિલ્લાનાં આહવા બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવ્યુ હતું.ગુજરાતનાં પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજભા ગઢવી સામે એટ્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આહવા બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં વકીલ બાર એસોસીએશને સોશિયલમીડિયાના માધ્યમથી ફેસબુક WOK DAYRO નામના ID પર સાહિત્ય કલાકાર રાજભા ગઢવીનો એક ડાયરાનો વિડીયો અપલોડ થયેલો જોયો હતો. જેમાં ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજનો જાહેરમાં અને(તસવીર: હેમંત હડસ)વિદેશમાં અપમાન કર્યુ છે. ભારત દેશના રાજયો જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતનાં ખાસ કરીને ડાંગ જિલ્લા આહવાના 11 જંગલોમાં જંગલી લુંટારુ અને કેટલાયને લુંટી લીધા અને કપડા હતો.કાંઢી લીધા' જેવા શબ્દોનો લોક ડાયરાના જાહેર મંચ aઆવેલ છે. જે ડાંગના આદિવાસી સમાજ માટે આ શબ્દો કલંકરૂપ અને અપમાનજનક ઉચ્ચારેલ છે. જે આ બાબતે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેર બદનામ કરવાનું કૃત્ય આચર્યુ છે. આજદિન સુધી ડાંગી આદિવાસીઓએ કોઈ બહારના વ્યક્તિને લુંટી લીધેલ હોય અને કપડા ઉતારી લીધા હોય તેવો કોઈ બનાવ બન્યો નથી. તેમ છતા ડાંગ જિલ્લાના આદિવાસી અને ભોળી પ્રજાને બદનામ અને અપમાન કરતા શબ્દો ઉચ્ચારેલ હોય તેવા આક્ષેપ સાથે આહવા બાર એસોસિયેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યોએટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અને કલેક્ટરને આવેદન પાઠવ્યું