logo

ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે માતાજીની મૂર્તિ ની સ્થાપના કરી નવ દિવસ ગ્રામજનો આરાધના કરી નવરાત્રી ઉજવશે

શારદીય નવરાત્રીનું મહત્વ -
અસત્ય પર સત્યની જીત માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી આ તહેવારને સ્ત્રી શક્તિની અસત્ય પર સત્યની જીત તરીકે દેશ અને દુનિયામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં શારદીય નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના આગમન સાથે નવ રાત સુધી ગરબા પ્રેમીઓ રંગેચંગે ગરબા રમીને ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. ત્યાર બાદ દશમા દિવસે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
શારદીય નવરાત્રી એ હિંદુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. નવ દિવસ સુધી ભક્તો દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અને અર્ચના કરે છે. આ તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે મહાકાલ ગૃપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા ગઈકાલે માતાજીની મુર્તિ નું ભવ્ય આગમન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે પહેલા નોરતાં ના દિવસે માતાજીની મૂર્તિ ની સ્થાપના કરી ને નવ દિવસ ગ્રામજનો ગરબે રમે માતાજી ની આરાધના કરશે .

7
1631 views