logo

ઓલપાડ ગામ માં ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઓલપાડ ગામ ખાતે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં Dy S.P( શ્રીમાન આર.આર.સરવૈયા) અને ઓલપાડ P.I (શ્રીમાન સી .આર. જાદવ) શાંતિ સમિતિ ની બેઠક યોજી ગણેશ ચતુર્થીનો ઉત્સવ અને ઈદે મિલાદ ના તહેવાર પ્રસંગે શાંતિ પૂર્વક ઉજવવા અપીલ કરી.
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે,ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવના દસ દિવસો દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને વિના વિઘ્ને વિઘ્નહર્તા દેવની ઉજવણી થાય તેમજ મુસ્લિમ સમાજના ઈદે મિલાદ ના તહેવાર ને લઈ ઓલપાડ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

વિસર્જનને લઈને પોલીસ નું જાહેરનામુ જાહેર

· ફોર વ્હીલર કરતા વધુ વ્હીલરના ટ્રેઇલર પર મૂર્તિ લઈ જવા પર પ્રતિબંધ.
· શોભાયાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ નહિ કરાશે.
-બીભત્સ અને ધાર્મિક લાગણી દુભાય તેવા ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ.
-વિસર્જન દરમ્યાન આવતા-જતાં રાહદારીઓ ઉપર કોઇપણ પ્રકારના રંગો ઉડાવવા પર પ્રતિબંધ.
• કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ.
• વિસર્જન બાદ મંડપ બે દિવસ કરતા વધારે રાખી ન શકાય.
· પરમીટ રૂટ સિવાય અન્ય રૂટ પર વિસર્જન કરવા નહિ જઇ શકાય.
• વિસર્જન બાદ મંડપ બે દિવસ કરતા વધારે રાખી ન શકાય

125
3760 views