બનાસકાંઠા ની શરહદ પર આવેલ રાજસ્થાનના પ્રસિદ્ધ સુન્ધા પર્વત પર જાણે આભ ફાટ્યું.
છેલ્લા ૨૪ કલાકથી ગુજરાત અને રાજસ્થાનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે રાજસ્થાન ના પ્રસિધ્ધ સુંધા પર્વત પર પણ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ છલકાયુ તેવો માહોલ સર્જાયો હતો.આ ધોધમાં પાંચ પ્રવાસીઓ તણાઈ ગયા હતા.જેમાંના એક મહિલાનું મોત થયું હતું.