logo

મુસ્લિમ સમાજ ધર્મગુરુઓ એવા પયગમ્બર સાહેબ પર અભદ્ર ટિપ્પણીઓ કરતા રામગીરી મહારાજ કટ્ટરવાદ પર રાષ્ટ્રદ્રોહ કેસ દાખલ કરો તેવી મુસ્લિમ સમાજ માગણીઓ કચ્છ ભુજ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપેલ હતુ

FTN KUTCH કચ્છ ભુજ
ઇસલામ ધર્મ ના મહાન પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ) સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર કટ્ટરવાદી રામગીરી મહારાજ સામે રાષ્ટ્રદ્રોહ કેસ કરવાની માંગ.

ભારત દેશે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી અને તમામ ધર્મના લોકોથી બન્યો છે અનેકતામા એક્તા એ આપણા રાષ્ટ્ર ની ખૂબસુરતી છે અને એજ આપણી વિશેષતા પણ છે પંરતુ હાલમા દેશ અને રાજ્ય નુ વાતાવરણ અમુક નફરત ના સોદાગરો કલુષિત કરી રહ્યા છે અને મુસ્લિમો તથા ઇસલામ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણી અને ભડકાઉ ભાષણ કરી રાષ્ટ્ર ને તોડવાનુ કામ કરી રહ્યા છે મહારાષ્ટ્ર રાજ્ય ના એહમદ નગરમા આવાજ એક બની બેઠેલા મહારાજ રામગીરી એ તેના સંતત્વને પન લજાવે તેવો વાણીવિલાસ કર્યો છે, આમ સમગ્ર વિશ્વ મા શાંતિ અને સલામતિ નો સંદેશ લાવનાર પયગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ) સાહેબ માટે તદન પાયા વિહોણા વિહોણી અને અણછાજતી વાતો કરી છે. આ રાષ્ટ્રદ્રોહ ગુનાહિત ભાષણ આપનાર રામગીરી મહારાજ સામે તાત્કાલિક રાષ્ટ્ર દ્રોહ નો કેસ કરવાની માંગણી કરવા મા આવેલ છે.

આમ આ રજૂઆત અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજ, સુન્ની ઉલુમા કાઉન્સિલ કચ્છ, એહલે હદીસ જમાત કચ્છ, તબલીગ જમાત કચ્છ, જમિયત એ ઉલુમા હિન્દ ના સંયુક્ત ઉપક્રમે કરવા મા આવેલ જેમા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમૂખ અબ્દુલભાઇ રાયમા, સૈયદ અલીઅકબરશા, મૌલાના સિદ્ધિક રાયમા, યુનુસ જામાઇ, મૌલાના લતીફ ઓઢેજા, નુરમુહમ્મદભાઇ રાયમા, સૈયદ રફીકશા બાવા, સૈયદ અહમદશા અલ હુસૈની, સૈયદ કાસમશા, સૈયદ અલીશા, સૈયદ અશરફશા, સૈયદ યુસુફશા, સૈયદ મેહબૂબશા, સૈયદ અમીરશા, આદમભાઇ ચાકી, સલીમભાઇ જત, ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા, સુલતાનભાઇ સોઢા, રશીદભાઇ સમા, યુસુફભાઇ બાફણ, ઇસ્માઇલ બાફણ, અલીમુહમ્મદભાઇ હિંગોરજા, રફીકભાઇ મારા, જુમ્માભાઇ નોડ઼ે, સલીમભાઇ રાયમા, યુસુફભાઇ સમા, વહાબભાઇ ભચુ, અનવરભાઈ નોડ઼ે, હનીફભાઇ માંજોઠી, ઇમરાનભાઇ નોડ઼ે, હાજી મુસા કુંભાર, રાયમા હાજી મુહમ્મદભાઇ, સુલેમાનભાઇ કુંભાર, ફીરોઝભાઇ પઠાન, યાકુબ મુતવા, મૌલાના અબ્દુલ કરીમ, મૌલાના સલિમ નોમાની, મૌલાના અલી નવાઝી, મૌલાના અલ્ફાઝ ગગડ઼ા, મૌલાના મુશતાક, હાફિઝ ફિરોઝ મૌલાના અનવર અને વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના મહામંત્રી રમજાનભાઇ સુમરા ની યાદી મા જણાવેલ છે.

56
12842 views