logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
Marabsha shekh
All India Media Association

FTN KUTCH દ્વારા અલ્પાબેન કક્કડ રઘુવંશી મોરબી માં તમને એક સાથે જોવા મળશે હંમેશા 108 જેમ જ ગમે ત્યારે ગમે ત્યાં આ છે સાચો પ્રેમ આને કહેવાય ઇન્સાનિયત આ છે અલ્પા કક્કડ રઘુવંશી સમાજ નું ગૌરવ કહેવાય સેવા અનેક લોકો કરી રહ્યા છે આવી રીતે સેવા કરવી એ એક ઈતિહાસ છે મનુષ્ય માટે તેમજ બે જુબાની જાનવર માટે પણ હંમેશા ખડે પગે સેવા આપી રહ્યા હોય તો એ છે અલ્પા કક્કડ
(જય જલારામ બાપા)
આજ ના યુગ માં જ્યારે લોકો અનેક પ્રકારના શોખ ધરાવતા હોય છે ત્યારે મોરબી ના અલ્પા બેન કક્કડ નો આ અનેરો શોખ અનેરી સેવા નું રૂપ લય ચુક્યો છે
જેમાં રસ્તે રખડતા અબોલ પશુ
જેમ કે ગાય , નંદી મહારાજ કે સ્વાન તથા અન્ય અબોલ પશુ પક્ષી ને ભોજન પૂરું પાડવું આ એમનો શોખ છે
અબોલ પશુ પ્રત્યે નો અનોખો પ્રેમ
જે હાલ પણ અલ્પા બેન ઘરે ઘરે રોટલા ઉઘરાવી ખવડાવે છે અને સાથે સાથે
અલ્પા કક્કડ ને આજે માનવ સેવા એજ પ્રભુ સેવા સુધી દોરી ગયો છે

આજ થી આશરે દસેક વર્ષ પહેલાં જેમ ગાયો માટે ગૌશાળા હોય
આપડે જેને વફાદાર પણ કહીએ છીએ ને જેનો તિરસ્કાર પણ કરીએ છીએ એવા ભગવાન શ્રી ગુરૂ દત્તાત્રેય તથા દાદા મેકરણ ના પ્રિય એવા સ્વાન કે જે ઍક્સિડન્ટ થઈ ગયેલા હોય કાઈ લાગેલું હોય કે રોગ થી પીલાતું હોય એવા સ્વાન ને રાખવા માટે તથા તેની સેવા કરવા માટે " સ્વાન " મંદિર ના નામે એક આશ્રમ ની શરૂઆત કરી હતી
ત્યાર બાદ મહાદેવ ના પ્રિય એવા નંદી મહારાજ ને રોટલા તથા વધ્યું ઘટ્યું જમવાનું માંગી ને ખવડવા ની શરૂઆત કરી અને તે બધાં નંદી સાથે મારે દિલ સબંધ જોડાય ગયા તેમાંથી એક નંદી ને હું 6 વર્ષ થયાં હું રાખડી બાંધું છું જેનું નામ ગોપાલ છે
ગોપાલ સાથે આવતા 2 નંદી મહારાજ જેમાંથી એક મામા અને એક કાકા નામે ઓળખાય છે જે આજે હયાત નથી 😢 પણ તેમના દીકરા માધવ ; અને વિઠ્ઠલ . શ્યામ તથા બલરામ મારી સાથે છે
વચ્ચે જ્યારે લમ્પી વાયરસ ફેલાયો હતો ત્યારે બધાં નંદી મહારાજ અને ગાય માતા માટે ઘી ગોળ તેલ ઘવ અને બીજી અન્ય ચીજ વસ્તુ ઘરે ઘરે થી એકઠી કરી ને 100 kg લાડું બનાવી ખવડાવ્યા હતા ...
અને તેનાથી આગળ વધી ને જલારામ બાપા ના આશીર્વાદ થી અલ્પા બેન કક્કડ લગ્ન પ્રસંગ કે કોઈ જન્મ દિવસ ની ઉજવણી કે કોઈ તિથિ નિમિત્તે વધેલું ભોજન માંણસો ફેંકી દેતા હોય છે તે ભોજન ગરીબ તથા જરૂરિયાત મંદ લોકો ની જઠરાગ્નિ ઠારવા ના હેતુ થી અને જલારામ બાપા ની પ્રેરણા કે જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢું કડો તે નેમ થી ભૂખ્યા માણસો સુધી આ ભોજન પોહચાડે છે તથા વારે તહેવારે પણ જરૂરિયાત મંદ લોકો સુધી જરૂરી વસ્તુ પહોંચાડે છે
આ પ્રવૃત્તિ ને આગળ વધારી ખુબજ ની સ્વાર્થ ભાવે સેવા કરે છે ને અન્ય લોકો ને પણ પ્રેરણા આપે છે

..........
210
14374 views    0 comment
1 Shares

30
2122 views    0 comment
0 Shares

255
6856 views    0 comment
0 Shares

41
3007 views    0 comment
1 Shares

FTN KUTCH દાતણ : એટલે શું???
આજે દિન-પ્રતિદિન દાતણ શબ્દ નવી પેઢી માટે અજાણ્યો્ બનતો જાય છે. ટુથ બ્રશ અને ટુથપેસ્ટ ના જમાનામાં છેલ્લા બે દાયકાથી દાતણ વપરાશકારો લુપ્ત્ થતા જાય છે. આજે મોટા ભાગના બાળકો અને વડીલો ટુથબ્રશનો ઉપયોગ કરતા જોવા મળે છે. જો કે આજે પણ અમુક વડીલો બજારમાંથી દાતણ લાવીને કરે છે.

પહેલાના દાયકામાં દેવીપૂજક સમાજના બહેનો દાતણ આપવા લોકોના ઘરે જતા. લોકો તેમને દાતણના બદલામાં પૈસા નહી પરંતુ તેઓને તેના બદલામાં અનાજ અથવા જમવાનું અપાતું હતું. વાર તહેવારે દાતણવાળા બહેનને વસ્તુઓ અપાતી. લોકોને દરરોજ તરોતાજા દાતણ મળતા હોવાથી ગામડામાં ભાગ્યે જ ટુથપેસ્ટનો ઉપયોગ થતો, પરંતુ બહાર ભણવા ગયેલા અને બહારગામથી આવતા મહેમાનો ટુથપેસ્ટ કરતા હોવાથી ગામડાના લોકો પણ ટૂથપેસ્ટંનો ઉપયોગ કરવા લાગ્યા. ગામડામાં જો કોઇ ટુથપેસ્ટનો ઉપયોગ કરે તો બધા તેની સામે કુતૂહલ ભાવે જોતા. આજે આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે. આજે જો કોઇ દાતણ કરે તો આજની નવી પઢી તેની સામે વિસ્મયથી નિહાળે છે.(સંકલન : FTN KUTCH)

પહેલા દાતણની બજાર ભરાતી એક સાથે સાત થી આઠ લોકો દાતણ વેચવા બેસતા, લાંબી લાંબી દાતણની સોટીઓના ભારા લાવી તેના કટકા કરી બજારમાં વેચતા. પરંતુ આજે આ ધંધામાં લોકોને જરાય રસ નથી. આજે બહુ ઓછા લોકો આ ધંધામાં જોવા મળે છે અને દાતણ વેચવાના પરંપરાગત ધંધામાં નવી પેઢીને રસ નથી અને આ ધંધામાં એટલી કમાણી પણ નથી કે તેના દ્વારા ગુજરાન ચલાવી શકાય. આજે લોકો પોતાના સંતાનોને પરંપરાગત ધંધામાં લાવવા નથી માંગતા, તેઓ પણ પોતાના સંતાનોને ભણાવવાની ઇચ્છા ધરાવે છે. બદલાતા જતા સમય સાથે આજે લોકોની જીવનશૈલીમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. એક સમય એવો હતો કે લોકો રોજના હજારો દાતણ વેચીને પોતાનું પેટીયુ રળતા હતા. પરંતુ આવા વ્યવસાયમાં આજે હવે કોઇને રસ હોય તેવું જણાતું નથી.

મહર્ષિ વાગભટ્ટના મત અનુસાર દસેક પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે

કરંજ… લીમડો.. વડ.. આંબો… જાંબુડો
બાવળ.. ખીજડો.. ખેર.. આવેળ.. ગુલેર
અશોક (આસોપાલવ)… આમળા.. હરડે

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે

આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.
વર્ષ જળવાઈ રહે છે. આંબા નું દાતણ ત્યારે જ કરવું
જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.

લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ. આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે.
લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું.

વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય. વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે.
મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે.

બાવળ નું દાતણ (દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.(સંકલન : FTN KUTCH.9722221992)

આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય, તેનું દાતણ નિરાપદ છે.
ઋતુ માં કરાય, તે નું દાતણ નિરાપદ છે.

તથા ગુલર, ખીજડો, ખેર.. આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કણજી નું દાતણ મોઢામાં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.

કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે, એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સારી ફ્રેશનેસ પણ મળે છે.

આ તમામ પ્રકારના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિનું દાતણ લેવું. સીઝન પ્રમાણે.. રોટેશનમાં.
સીઝન પ્રમાણે.. રોટેશનમાં.

આ દાતણ 8 આંગળ લાબું ને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોઈ એ લેવું. ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું. દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .

..........
123
3262 views    0 comment
1 Shares

199
7785 views    0 comment
1 Shares

FTN KUTCH અસલમશા જુશબશા શેખ (છલાણી) રમઝાન માસ નાં પુરાં રોઝા રાખ્યા છે વાગડ વાળા હાલે ઐતિહાસિક શહેર અંજાર કચ્છ તેમજ FTN KUTCH પરીવાર નું નામ છે તેવી રીતે આ અસલમશા છોકરાં આમ તો બધા ઉંચા ઉંચા શોખ નાં શોખીન છે પણ જેવો રમઝાન મહિનો આવે એટલે રોઝા રાખવા નમાઝ પઢવામાં આગળ મદ્રેસામાં પળવા જવું તો આ બધું આ નાની ઉંમરે આટલું બધું હાલમાં (10) વર્ષ ચાલે છે અસલમશા જુશબશા છલાણી દશ વર્ષ ઉંમરે આખાં રમઝાન મહિનો રોઝા રાખ્યા હતા ત્યારે અમે તમને શુભકામનાઓ પાઠવીએ છીએ ખુબ ખુબ મુબારકબાદી આપી છે હંમેશા હસતા રહો તેવી અપેક્ષા છે આશા છે આપ આવનાર સમયમાં મુસ્લિમ સમાજ નું ગૌરવ બનશો આગળ વધી મુસ્લિમ સમાજ નું નામ રોશન કરશો તેવી અમે પણ અસલમશા માટે દુવા કરીએ છીએ ખુબ આગળ વધો સમાજ માટે કાંઈક કરશો તેવી અપેક્ષા સાથે આપને તેમજ સર્વ દેસ વાસીઓને રમઝાન ઈદ મુબારક શુભેચ્છાઓ પાઠવીએ છીએ

..........
12
1638 views    0 comment
1 Shares

27
2177 views    0 comment
1 Shares

709
2271 views    0 comment
1 Shares

FTN KUTCH ડો.આંબેડકરે ખરેખર કર્યું શું ??? આપણાં માટે એટલે કે ભારત દેશ માટે
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.

હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)

કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.

પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.

સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.

બાળ મજૂરી પ્રતિબંધિત કરી.

ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.

વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.

રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.

હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.

આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.

સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.

કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.

શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.

એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.

પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.

વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.

પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.

તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.

જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.

તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.

ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.

જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.

જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.

માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..

ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.

સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે...

જય સંવિધાન.

..........
59
2893 views    0 comment
1 Shares

389
9415 views    0 comment
1 Shares

FTN KUTCH પાર્થ કબરાઉથી ગુમ થયેલો સગીર દિલ્હીથી મળ્યો ગુમ થયેલો છોકરો
ભચાઉ તાલુકાના કબરાઉ પાસેની આદર્શ નિવાસી શાળામાંથી ગત તા. (6)ના રોજ ગુમ થયેલા ૧૪ વર્ષીય કિશોર તા.૨૩.ના ૨૦ દિવસ બાદ છેક દિલ્હીથી મળી આવ્યો હતો. કબરાઉની શાળામાંથી લાપતા થયેલા કિશોર મામલે જ્ઞાતિના લોકો દ્વારા પરિજનો સાથે ભચાઉ પોલીસ મથકે ધરણારૂપી રજૂઆતો પણ કરાઈ હતી. જોકે પોલીસે તેની કામગીરી ચાલુ રાખી હતી અને પીડિત પરિવાર તથા સમાજને બાળક શોધી લાવવાની ધરપત આપી હતી. દરમિયાન કિશોરના ગુમ થવાનો મામલો સંવેદનશીલ લાગતા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડી વાય એસપી સાગર સાબડાએ પોલીસની ૧૧ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે કિશોરના પિતાને અજાણ્યા નંબર પરથી એક મિસકોલ આવતા તેની જાણ પોલીસને કરી હતી. જેના પગલે ઇન્ચાર્જ પીઆઇ એસ.એન. ગડડુએ તે નંબર પર વાત કરતા તે સ્થળ દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે આવેલા ગુરુદ્વારામાં સેવા આપતા વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યક્તિને વાત કરતા ગુમશુદા બાળક ત્યાં રાત્રે જમવા આવતો હોવાનું અને રેન બસેરામાં સુઈ રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. આજ સમયે પોલીસે તુરંત દિલ્હી પહોંચી જઈ કિશોરનો કબજો મેળવી સલામત રીતે ભચાઉ લઈ આવી પરિવારને સોંપ્યો હતો. આ વેળાએ ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. પોલીસ કામગીરી પ્રત્યે પરિવાર અને સમાજના લોકોએ આભાર ની લાગણી વ્યક્ત કરી સન્માન કર્યું હતું.

આપની આસપાસ ની બનતી ઘટનાઓ સમાચારો તમને મળતા રહે તે માટે અમારા વોટ્સએપ 9722221992 પર આપનું નામ, વિસ્તારનું નામ મોકલો

..........
100
8045 views    0 comment
0 Shares

275
6968 views    0 comment
1 Shares

FTN KUTCH શિવસેના કચ્છ જિલ્લા દ્વારા શહિદ દિન નિમિત્તે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે આજે તા. 23.03.23 ના રોજ રાત્રે ગાંધીધામ સોનલધામ ખાતે સર્વ લોકો ભાવ ભર્યું આમંત્રણ આપ્યું છે
સવિનય સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે કચ્છ જીલ્લા શિવસેના દ્વારા તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ ગાંધીધામના સોનલધામ મધ્યે ભવ્ય લોક ડાઘરા તેમજ સંતવાણીનું આયોજન કરવામા આવેલ છે. આ લોકડાયરામા વધારે મા વધારે પ્રજાજનો જોડાય તેવી સહુ, પ્રજાજનોને અમારા દ્વારા જાહેર નિમંત્રણ આપના માધ્યમ થી પાઠવવામા આવે છે.આ લોકડાયરાનુ આયોજન કચ્છ જીલ્લા શિવસેના દ્વારા પ્રથમ વખત કચ્છ મધ્યે કરવામાં આવી રહેલ છે.આ ડાયરાનું આયોજન શહિદ દીન નિમીતે એટલે કે આપ સહુ જાણો છો એ મુજ્બ જે દિને ભગતસિંહ તેમજ તેમના સાથીઓને અંગ્રેજો દ્વારા જે દીવસે ફાંસી આપવામાં આવેલ હતી તે દિવસને આપના સહુ દ્રારા શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.તેથી શિવસેના દ્વારા આ લોકડાયરાનું આયોજન કરી આવા ભારતમાતા ના તમામ વીર સપૂતોને પુષ્પાજંલી અપન્ન કરવામા આવશે.આ લોકડાયરા થી શિવસેના દ્વારા આ મંચ પરથી એવું આહવાન કરવામાં આવે છે તમામ જ્ઞાનીઓ,તમામ રાજકીય પશે તેમજ તમામ સમાજીક સંસ્થાઓ એક મંચ પર સાથે આવી આવા વીર સપૂતોને પૂષ્પાજંલી અપર્ણ કરી અને રાષ્ટ્રનિમાળના કાયમાં જોડાઈ અને ગાયમાતા નૈરાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની સરકાર પાસે માગણી કરે તેવું આહવાન કરવામા આવે છે.કચ્છ જીલ્લા શિવસેના ધરા હંમેશા આ જીવદયા તેમજ લોકો ઉપયોગી કાય કરવામા આવી રહ્યા છે અને આગળ જતા પણ આવા લોકઉપયોગી તેમજ જીવદયાના કાથ ચાલુ રહેશે એવી અમારા કચ્છ જીલ્લા ટીમ દ્વારા કચ્છની પ્રજાને ખાતરી આપવામા આવે છે.

આ ભવ્ય લોકડાયરાનુ આયોજન પણ અમારા દ્વારા ભવ્ય કરવામાં આવેલ છે આ લોક ડાયરામાં લોક ગાયક તરીકે મહેશદાન ગઢવી, દેવરાજ ગોસ્વામી, શિવ આરાધક પ્રદિપદાન ગઢવી, સૂરજ સોલંકી ટીમ તેમજ બારોટ સાઉન્ડના સથવારે તા.૨૩/૦૩ ૨૦૨૨ ના રોજ રાતે ૧૦:૦૦ વાગ્યે સોનલધામ મધ્યે આયોજન કરવામાં આવે છે તો આપ સમ પ્રજાજનો અમારા આ જીવદયાના કાર્યમાં જોડાવ તેવી અમારા દ્વારા આપને અપીલ કરવામાં આવે છે તેમજ આ આયોજનના નિયંત્રણને માન આપી આપ સહુ પધારી આયોજનને ભથ્થ બનાવો તેવી અમારી વિનંતી છે.આપ સહ પત્રકાર મિત્રોને અપીલ છે કે આ પ્રસેનોટને આપના અખબારમાં પ્રસિધ્ધ કરી અને જીવદયાના કાથમા આપ અમારી સાથે સહભાગી બનો તેવી શિવસેનાની આપને વિનંતી છે.આ સમગ્ર આયોજન કચ્છ જીલ્લાની ટીમ દ્વારા કરવામા આવી રહવો છે આ કાર્યક્રમની જહેમત કચ્છ જીલ્લા શિવસેના મંત્રી રાજેરાભાઈ જનોધ,કચ્છ જીલ્લા ઉપપ્રમુખ વિપુલદાનભાઈ ગઢવી તેમજ ગાંધીધામ તાલુકા પ્રમુખ દિલુભા ગઢવી,ગાંધીધામ શહેર પ્રમુખ યોગેશ ગોર,આદીપુર શહેર પ્રમુખ પ્રવિણભાઈ આહીર,અંજાર તાલુકા પ્રમુખ કુનાલ કટારીયા,અંજાર તાલુકા મહામંત્રી ખેંચસિંહ રાઠોડ, અંજાર તાલુકા ઉપપ્રમુખ મનોજમાઈ ખત્રી,અંજાર શહરે પ્રમુખ વિનોદભાઈ ઠકકર તેમજ ગાંધીધામ અને અંજાર તાલુકના તમામ શિવસૈનિકો આ કાથમાં સહભાગી થઈ રહયા છે.આમ આપ સહુ પ્રજાજનો તેમજ પત્રકાર મિત્રો આ કાયક્રમની શોભા વધારશો તેવી આશા છે.

..........
142
7596 views    0 comment
1 Shares

FTN KUTCH આ રતન ગઢવી કોણ છે રહે વવાર ધંધો કરે અંજાર ગાંધીધામ હદ માં જીનયુજ કંપની થી વિલમાર તેલ કંપની સુધી ઠેક ઠેકાણે દેશી દારૂ પોટલી ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે એક બે જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ છે અડાઓ પોઈન્ટ આ રતન ગઢવી કોણ છે કોની મહેરબાની છે એ ખાખી વર્દી કોણ છે જેના દંમ પર કુદે છે આ રતન ગઢવી કચ્છ માં થી ઘણા એવા બુટલેગરોને પાસાં કરવામાં આવી તો રતન ગઢવી પાસા કેમ નહીં આગળ કચ્છ મિત્ર પેપરમાં આવ્યું હતું કચ્છ ઉદય પેપર માં અનેક વખત આવ્યું છે છતાં પણ આ રતન ગઢવી પોઈન્ટ ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે જોઈએ લોકલ પોલીસ શું પગલાં લે છે જો લોકલ પોલીસ પગલાં નહીં લે તો ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવશે ટુંક સમયમાં તાત્કાલિક જો કોઈ કાર્યવાહી નહીં કરે પોલીસ તો ઉચ્ચ અધિકારીઓ સુધી ફોટો વિડિઓ મોકલી શું તેમજ સતત લાઇવ કરીશું જોઈએ હવે આ રતન ગઢવી પોઈન્ટ ખુલ્લેઆમ કેમ ચાલે છે

..........
905
16499 views    0 comment
1 Shares

FTN KUTCH ઠાકોર સમાજ લોકો નાં ત્રાસથી કંટાળીને કડી તાલુકાના કણઝરી ગામના સેનમા રાકેશભાઈ બળદેવભાઈ તેવો છેલ્લા 5 વર્ષ થી ઠાકોરો ના ત્રાસ થી અમદાવાદ રહેવા જતા રહેલ. તેવો તારીખ 15/3/2023 ના દિવસે પોતાના ગામમાં આવેલ અને બીજા દિવસે વહેલા 7 વાગ્યે ઘરે થી નોકરી જવા માટે નીકળેલા તો ઠાકોરો ને ખબર પડતા ઠાકોર આરોપીઓ(1) પોપટજી હોનાજી ઠાકોર( 2)જયેશજી પોપટજી (3) જ્યંતિજી પોપટજી આરોપીયો ઍ જૂની અદાવત રાખી ને ઈક્કો ગાડી અને એક્ટિવા લઈને પીછો કરેલ અને થોળ પહોંચાતા જ ત્યા ઈક્કો આગળ કરીને છુટા ધોકા મારી રાકેશભાઈ નીચે પાડી દીધેલ અને ત્રણેય આરોપીઓ ધોકા થી માર મારેલ બુમાબુમ કરતા તેવો મારી ને જતા રહેલ. હાથ અને પગે ગંભીર ઇજા થયેલ. ઘરે પિતાને વાત કરતા તેવો થોળ સરકારી માં પ્રાથમિક સારવાર કરી ગંભીર ઇજા હોવાથી પછી ભાગ્યોદય હોસ્પિટલ માં દાખલ કરેલ ત્યા એક્સ રે અને રિપોર્ટ કરાવતા હાથે ફેક્ચર નીકળેલ. ડોક્ટરે ઓપરેશનો ખર્ચો 35 હજાર થી વધુ કહેતા પીડિતો ખર્ચો કાઢી શકે તેમ ના હોવાથી અમે રીફર ચિઠ્ઠી કરાવીને સોલા સિવિલ માં એડમિટ કરેલ અમે અહીં પણ પોલીસ વર્ધી નોંધાવી ને બાવલુ p s i રાઠોડ સાહેબ ને વાત કરી તેવો રૂબ રૂબ સોલા સિવિલ આવી ને f i r દાખલ કરેલ. નવ સર્જન ટ્રસ્ટ કડી ભરતભાઈ /શાંતાબેન

..........
6
915 views    0 comment
1 Shares

FTN KUTCH આશા વર્કર બહેનો માટે આજરોજ તારીખ 21-3-2023 ને મંગળવાર ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ અંજાર દ્વારા આશા સંમેલન યોજવામા આવ્યુ જેમા અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ/અંજાર નગરપાલિકા ના પ્રમુખ / જીલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓ એ હાજરી આપેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો અંજારીયા સાહેબ/RBSK નોડલ ડો અમીબેન રાઠોડ / માથક મેડિકલ ઓફિસર ડો બંસીબેન / હંસાબેન પીનારા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર મેઘપર બોરીચી / CHO નોડલ ડો પાયલબેન મેઘાણી / રઝાકભાઈ ઉમરિયા સુપરવાઇઝર ખેડૉઈ/ STS અંજાર અલ્પેશભાઈ રાવલ / મીનાબેન મહેશ્વરી એડોશનલ કાઉન્સિલર / ખુશ્બુબેન મહેતા iCTC કાઉન્સિલર તેમજ વિરેનભાઈ મહેતા જીત પ્રોજેક્ટ વગેરે એ આરોગ્ય ના તમામ પ્રોગ્રામ અંગે વિસ્તૃત સમજણ આપવા મા આવી તેમજ વર્ષ 2022 -2023 દરમિયાન સારી કામગીરી કરનાર આશાફેસેલીટર અને આશાબહેનો ને ઉપરોકત તમામ મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્રો આપવા મા આવેલ

..........
125
8834 views    0 comment
1 Shares

FTN KUTCH એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

*ટોલ ફ્રી-૧૦૬૪*

ફરીયાદીઃ-
એક જાગૃત નાગરીક

આરોપી:- *ચેતનપુરી બાબુપુરી ગોસ્વામી*, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, વર્ગ-2, ધ્રાંગધ્રા. રહે:- આર.એફ.ઓ. ક્વાર્ટર, ધ્રાંગધ્રા. જી.સુરેન્દ્રનગર

લાંચની માંગણીની રકમઃ- ૧૭,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- ૧૭,૦૦૦/-
લાંચની રીકવરી કરેલ રકમઃ- ૧૭,૦૦૦/-
ગુન્હાની તારીખઃ-૨૦/૦૩/૨૦૨૩
ગુન્હાની જગ્યાઃ- આર.એફ.ઓ. કચેરી, ધ્રાંગધ્રા
ટુંક વિગતઃ- આ કામના ફરીયાદીશ્રીનુ હીટાચી મશીન તથા લોન્ચર આ કામના આરોપીએ મીઠાના અગર માંથી પકડેલ હોય અને ફરીયાદીને કુળા ગામ પાસે આવેલ ફોરેસ્ટની બીટ ઓફીસે લઇ ગયેલ અને ફરીયાદીને હીટાચી મશીન તથા લોન્ચર ડીટેઇન કરી કોર્ટમાં મોકલી મોટો દંડ કરવાનુ અને છ મહિના સુધી હીટાચી મશીન અને લોન્ચર નહી છોડવાનુ જણાવેલ. જેથી ફરીયાદીએ આક્ષેપીતને હાજર દંડ આપવા વિનંતી કરેલ પરંતુ આક્ષેપીતે જણાવેલ કે દંડ ન ભરવો હોય તો રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.૭૫,૦૦૦/- મા નક્કી થયેલ. જેમાથી રૂ.૫૦,૦૦૦/- તા.18.03.23ના રોજ ફરીયાદીએ આપી દીધેલ અને રૂપીયા ૮,૦૦૦/- તા.19.03.23 ના રોજ આપેલ અને બાકીના રૂ.૧૭,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચના નાણા ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરીમાં રૂ.૧૭,૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી ઝડપાઇ જતા ગુન્હો કર્યા બાબત.
નોંધઃ- ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યાવહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીઃ-
શ્રી આર.આર.સોલંકી,
પોલીસ ઇન્સપેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે.
રાજકોટ ગ્રામ્ય, રાજકોટ.

સુપર વિઝન અધિકારીઃ-
શ્રી વી.કે.પંડ્યા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

..........
480
25109 views    0 comment
0 Shares

FTN KUTCH કુલ્લ ર૩.ર૪ લાખની ચોરીમાં અગાઉ પાંચ ઈસમોની થઈ હતી ધરપકડ

ગાંધીધામ : મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીના સ્ટોર રૂમમાંથી સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર મળી કુલ ૨૩.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જેમાં અગાઉ પાંચ ઈસમો પકડાયા બાદ વધુ ત્રણની ધરપકડ થઈ છે.આ ગુનામાં પહેલા મોરબી, કચ્છ અને રાજસ્થાનના કુલ મળીને પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં સુનીલ મનજીભાઇ સોલંકી જાતે ભીલ, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ, બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર મારવાડી, દિનેશ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા ભીલ અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી ચૌધરીનો સમાવેશ થતો હતો. અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં ગયેલા તમામ મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જે ગુનામાં નામ સામે આવતા ગળપાદરના પ્રેમજીભાઇ હરજી ચૌહાણ ભીલ, અંજારના કોલીવાસમાં રહેતા શરદ ભરતભાઇ સુરાણી કોળી અને ઢોરાના કિશન રાજુભાઇ મકવાણા કોળીની અટક કરાઈ છે

..........
405
11098 views    0 comment
1 Shares

238
9772 views    0 comment
0 Shares

277
7893 views    0 comment
0 Shares

FTN KUTCH દ્વારા સવાલ બ્લેક મની કાળું નાણું આમના પાસે છે એક વ્યાપારી કહે છે ઓનલાઇન પેમેન્ટ લેવામાં નહીં આવે એક બિઝનેસ મેન આવું કહેતો હોય એક હોલસેલ વેપારી આવું કહી રહ્યો છે રોકડા રૂપિયા આપો ઓનલાઇન પેમેન્ટ લેવામાં નહીં આવે બેંક એકાઉન્ટ નથી બોલો શું કહેશો આપ જો આવા લોકો પાસે બેંક એકાઉન્ટ નથી તો ગરીબ પરિવારો પાસે તો એક ટાઈમ ખાવાનું નશીબમાં ક્યારેક મળે છે એકાઉન્ટ ક્યાં થી તો આપણા પ્રધાન મંત્રી સાહેબ શ્રી ખાસ ધ્યાન દોરે આવાં વ્યાપારી પર ગરીબ પરિવારો પર હવે થોડી દયા કરશો નરેન્દ્ર મોદી સાહેબ તમે મોંઘવારી દર વધારો કરી કરી ગરીબો માટે એક ટાઈમ ખાવાનું નશીબમાં ક્યારેક મળે છે હજુ આ યુગમાં પણ એક વ્યાપારી કહે છે બેંક એકાઉન્ટ નથી બોલો આ વાત કેમ હજમ કરી શકાય નાના માં નાની વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ લે છે ત્યારે આવા મોટા વ્યાપારી પર પગલાં ક્યારે???

..........
220
7426 views    0 comment
1 Shares

FTN KUTCH સ્પા મસાજ સેન્ટર માં ચાલતું હતું સેક્સ રેકેટ કુટણખાનું દેહ વ્યાપાર પર થયો પર્દાફાશ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ તો એક જગ્યાએ કર્યો છે આવી તો અનેક જગ્યાએ ખુલ્લેઆમ ચાલે છે દેહ વ્યાપાર કુટણખાનું પોલીસ જો આવી રીતે દરેક સ્થળે દરોડા પાડી તો યુવાઓ માટે ભવિષ્યનું નિર્માણ થાય તેમ છે આવી દરેક સ્થળે ચાલતાં કુટણખાના સેક્સ રેકેટ દેહ વ્યાપાર બંધ કરાવવા માટે FTN KUTCH તમને ખાતરી આપીએ છીએ ક્યાં ક્યાં ચાલે છે ખુલ્લેઆમ સેક્સ રેકેટ પોલીસ જો પ્રજાનો મિત્ર છે તો પ્રજા પણ આપની સાથે છે અનેક જગ્યાએ દારૂ ખુલ્લેઆમ સેક્સ રેકેટ ખુલ્લેઆમ આવનાર સમયમાં જોઈએ પોલીસ કેટલાં સ્થળ દરોડા પાડીને પર્દાફાશ કરે છે
જાહેર જગ્યાએ ચાલતું ખુલ્લેઆમ
(૧) ફાતુમાસી ખોડીયારનગર ગાંધીધામ
(૨) ભનકીમાસી દેવળીયાનાકા SBI Bank સામે ગલી
(૩) ભુજ RTO સર્કલ પાસે હજુ ચાલુ છે જે પહેલા પર્દાફાશ થયો તે જ જગ્યાએ આજે પણ ખુલ્લેઆમ ચાલું છે સેક્સ રેકેટ

..........
258
13189 views    0 comment
1 Shares

FTN KUTCH લાકડીયા પોલીસ સ્ટેશન માં પકડાયેલા વિદેશી દારૂ વર્ષ-૨૦૨૦ થી વર્ષ-૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી લાકડીયા પોલીસ કચ્છ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ તમામ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પરપ્રાંતિય દારૂના જથ્થાનો નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી સત્વરે નાશ કરવા માટે જરુરી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા નામદાર ભચાઉ કોર્ટના હુકમ નં-૧૪૧૪/૨૦૨૦,૧૪૧૫/૨૦૨૦,૧૫/૨૦૨૩, ૩૨૪/૨૦૨૩, ૩૨૫/૨૦૨૩ વાળા અલગ-અલગ હુકમો મેળવી આજરોજ ભચાઉ મધ્યે આવેલ ગણેશ ટીંબા વિસ્તારના ખુલ્લા ગ્રાઉન્ડમાં મે.સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ ભચાઉ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશન અને સબ ઈન્સ્પેક્ટરથી નશાબંધી અને આબકારી અંજારનાઓની હાજરીમાં નામદાર કોર્ટના હુકમ મુજબ પંચનામાની વિગતે વિડીયો રેકોર્ડીંગ સાથે લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૦ થી વર્ષ-૨૦૧૩ સુધીના સમયગાળા દરમ્યાન કિંમત રૂ.૧૩,૫૭,૪૩૫/-નો પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. નાશ કરવામાં આવેલ દારૂના જથ્થાની વિગત નીચે મુજબ છે.
વર્ષ-૨૦૨૦ થી ૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાનનો નાશ કરવામાં આવેલ દારૂનો જથ્થો અનુ મુદામાલની વિગત
બોટલ નંગ
કિંમત રૂપિયા
વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની બોટલો

વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલની બોટલો
3
અલગ-અલગ બ્રાન્ડના ૫૦૦ એમ.એલના બીયર ટીન

૩૫૧૫

૧૨,૯૪,૨૩૫/-

૨૧૪

૨૧,૪૦૦/-

૪૧૮

૪૧,૮૦૦/-

મુદામાલની કુલ કિંમત રૂપિયા

૧૩,૫૭,૪૩૫/-

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ ઈસ્માઈલ એમ.ચાકી અને વુ.પો.કોન્સ. રંજનબેન રાઠોડ નાઓ જોડાયેલ હતા.

..........
270
11838 views    0 comment
0 Shares

672
36223 views    0 comment
1 Shares