logo

કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે હત્યા અને દુષ્કર્મના પડઘા ગુજરાતમાં: તબીબી સેવા બંધ

IMAએ હડતાળની જાહેરાત કરી છે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 17 ઓગસ્ટ 2024 ના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. કોલકાતામાં મહિલા ડૉક્ટરની હત્યાના મામલે IMA હડતાળ પર જશે. હોસ્પિટલોને સેફ ઝોન જાહેર કરવાની સાથે IMAએ સરકારને કેન્દ્રીય સુરક્ષા કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ગઈકાલે રાત્રે થયેલી હિંસા સામે IMA પણ વિરોધ કરશે. શનિવાર 17.08.2024ના રોજ સવારે 6 વાગ્યાથી રવિવાર 18.08.2024ના રોજ સવારે 6 વાગ્યા સુધી તમામ સેવાઓ 24 કલાક બંધ રહેશે.

45
5455 views