logo

સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકોમા બેંક એકાઉન્ટ ખોલાવડાવી પાસબુક, ATM કાર્ડ, સીમકાર્ડ તથા યુઝરનેમ - પાસવર્ડ દુબઇ ખાતે મોકલાવી દર મહીને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના ટ્રાંજેકશનો કરી આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગને ઝડપી પાડતી ઓલપાડ પોલીસ

ઓલપાડ પી.આઇ. શ્રી સી.આર.જાદવનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, બિંદેશ માદડીયા તથા અભિષેક છત્રભુજ નાઓ તેઓના મળતીયા માણસો સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેઓની પાસે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી ૧૦ હજારથી લઇ એક લાખ રૂપિયા સુધી કમીશન ઉપર વાપરવા સારૂ આપી એકાઉન્ટની કીટ મેળવી આ એકાઉન્ટની કીટ દુબઇ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરતા તેમના મળતીયાઓને પહોંચાડી છેતરપીંડીની પ્રવૃતિ કરતા આવેલ છે અને આ બિંદેશ માદડીયા તથા અભિષેક છત્રભુજ નાઓ એક ગ્રે કલરની ઇકો ગાડી નં.GJ-11 CH-0411 ની લઇને ઓલપાડ સાયણ ફાટા ત્રણ રસ્તાથી સાયણ તરફ જતા રોડ ઉપર ધારા ઇન્ડસ્ટ્રીઝની સામે તેના મળતીયા માણસો સાથે એકાઉન્ટ કીટ તથા તેને લગતી અન્ય ચીજ વસ્તુઓની આપ-લે કરવા ભેગા થનાર છે.તેવી બાતમી મળતા શ્રી સી.આર.જાદવનાઓએ બાતમીની જાણ પો.સ.ઈ.શ્રી.યુ.કે.ભરવાડ નાઓને કરી રેડનુ આયોજન કરેલ અને રેડમા અ.હે.કો.અશોકભાઇ ગણપતભાઇ તથા અ.હે.કો.મુકેશભાઇ જેરામભાઇ તથા અ.હે.કો. અજીતસિંહ ગોવિંદસિંહ તથા પો.કો.શ્રવણભાઇ અમરતજી તથા એલ.આર.પી.સી. રાજનભાઈ લક્ષ્મણભાઇ તથા એલ.આર.પી.સી. અલ્કેશકુમાર ગીબાભાઇ તથા ડ્રા.હે.કો.રાજેશભાઇ હિરૂભાઇ તથા ડ્રા.પો.કો. નાનુભાઇ રૂપાભાઇ તથા બે પંચોના માણસોનાઓ સાથે સરકારી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરી ફુલ-૦૬ ઇસમોને ઇકો ગાડી તથા મોબાઇલ ફોન(27), આઇપેડ(1), બેંક એકાઉન્ટની કીટો(11), એ.ટી.એમ.(15), સીમકાર્ડ(190) બેંક એકાઉન્ટ પાસબુક(18), આધારકાર્ડ(1), પાનકાર્ડ(1) તથા ઇકો ગાડી ઝડપી પાડી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી B.N.S. ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨), ૩(૫), તથા આઇ.ટી.એક્ટ કલમ-૬૬(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

12
3337 views