logo

*બીજેપી સરકાર ની અનામત અંગે ની ભ્રમિત જાહેરાત*

*બીજેપી સરકાર ની અનામત અંગે ની ભ્રમિત જાહેરાત*
હમણાં હમણાં બીજેપી ના નેતાઓ ડરના માર્યા બીજેપી અનામત સાથે કોઈ છેડછાડ કરશે નહિ તેવી ખાસ કરીને એસ સી એસ ટી વર્ગ ને ભ્રમિત કરવા જાહેરાત કરે છે,વાત બિલકુલ સાચી છે, તેઓએ અનામતની નીતિ ને યથાવત રાખી ,સરકારી નોકરી ઓ નું ખાનગીકરણ કરી અનામત નીતિ મૃતક બનાવી દીધી છે,વર્ગ ૪ ની ભરતી બંધ કરી SC ST વર્ગ ને ૧૦૦ ટકા નુકશાન કરેલ છે,ખાનગીકરણ માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી તેમાં અનામત ની જોગવાઈ કરેલ નથી ,અને અમુક સમય પછી તેઓને કાયમી કરવા ,એટલે SC, ST ને ક્યાંથી લાભ મળે,? હવે નવું લાવ્યા પ્રવાસી શિક્ષક,વિદ્યા સહાયક જેવી જગ્યા ,તેમાં પણ અનામત નું સ્થાન નથી, અથવા હંગામી છે,એટલે કોઈ જોખમ કરે નહિ, વધુમાં ફોજી જવાનો માટે કાયમી ભરતી કરવા ને બદલે ચાર વરસ માટે *અગ્નીવીર* બનાવી,ચાર વસ બાદ ફરીથી મજૂરી કરતા કરી દેવા ના ,અને સરકારની ઉચ્છ જગ્યા IAS IPS IFS જેવી જગ્યાઓ માં પરીક્ષા લેવાને બદલે, તેઓના સગા સંબંધી તથા ઓળખાણ વાળા ને કોઈ પણ જાત ની પરીક્ષા લીધા વગર IAS, IPS બનાવી દેવાના ,તેમાં અનામત નીતિ ક્યાં કામ કરે છે ? એવા નિયમો બનાવે છે કે અનામત ને ટચ કરવાની જરૂર નથી ,એટલે ખૂબ ચાલાકી પૂર્વક ભાષણ કરે છે .આમ અનામત તેઓને બિલકુલ ગમતી નથી,ખૂલે આમ ભાષણો થાય છે ,અનામત દૂર કરો,SC ST મુર્દા બાદ પણ સરકાર કોઈ કાનૂની કાર્યવાહી કરતી નથી , આમ બીજેપી સરકાર અનામત ને ટચ કરવા ની નથી એવી ભ્રમિત કરતી ગેરંટી આપે છે ,લોકો ને બેવકૂફ બનાવે છે,અનામત નીતિ હેઠળ ની બેકલોગ ની જગ્યા ભરવાની વાત ક્યારે કરતી નથી કે બઢતી આપવાની વાત નથી કરતી,વધુમાં ન્યાયતંત્ર કે સરકારના ઉચ્ચ વિભાગો ના ક્યાંય કોઈ આદિવાસી કે દલિત જોવા નથી મળતા અને અનુકૂળતા મુજબ નિયમો બદલી કાઢે છે અને વાંછિત રાખે છે . આ ઢોંગી સરકારના દાવ પેચ છે એટલે તેઓની વાતો બિલકુલ ગેરમાર્ગે દોરતી છે .તેઓ એટલે જ UCC લાવવાની વાત કરે છે . એટલે આ દેશ ના SC ST વર્ગ આ બાબતે ખાસ વિચારે અને સમજે ,ખાલી હિન્દુત્વની વાતો માં ન આવે .એટલે બીજેપી અનામત વિરોધી નથી એવી જાહેરાતો થી સાવધાન રેહવાની જરૂર છે. અનામત ને ટચ કર્યા વગર જ બધું બદલી નાખ્યું છે .હવે કશું બાકી રાખ્યું નથી.
જય આદિવાસી,જય જોહ!ર.
*એક જાગૃત નાગરિક*

5
1342 views