logo

સાયચા બંધુઓ પર તંત્રની તવાઈ:જામનગરમાં સરકારી જમીન પર ખડકી દેવાયેલા બે ગેરકાયદે બંગલાને જમીનદોસ્ત કરી દેવાયા, અહીંથી જ ચાલતા હતા ગોરખધંધા

જામનગરના બેડી વિસ્તારના કુખ્યતા સાયચા બંધુઓ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ આજે કુખ્યાત આરોપીઓ દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણોનો સફાયો કરાયો હતો. બેડી વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરી દેવાયેલા બે બંગલા પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જામનગર એસપી, મનપા અને વહીવટીતંત્રનો સ્ટાફ ડીમોલીશન કામગીરી દરમિયાન ખડેપગે રહ્યો હતો.

111
4667 views