logo

FTN KUTCH કુલ્લ ર૩.ર૪ લાખની ચોરીમાં અગાઉ પાંચ ઈસમોની થઈ હતી ધરપકડ ગાંધીધામ : મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલી ગુજરાત વ

FTN KUTCH કુલ્લ ર૩.ર૪ લાખની ચોરીમાં અગાઉ પાંચ ઈસમોની થઈ હતી ધરપકડ

ગાંધીધામ : મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીના સ્ટોર રૂમમાંથી સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર મળી કુલ ૨૩.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જેમાં અગાઉ પાંચ ઈસમો પકડાયા બાદ વધુ ત્રણની ધરપકડ થઈ છે.આ ગુનામાં પહેલા મોરબી, કચ્છ અને રાજસ્થાનના કુલ મળીને પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં સુનીલ મનજીભાઇ સોલંકી જાતે ભીલ, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ, બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર મારવાડી, દિનેશ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા ભીલ અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી ચૌધરીનો સમાવેશ થતો હતો. અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં ગયેલા તમામ મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જે ગુનામાં નામ સામે આવતા ગળપાદરના પ્રેમજીભાઇ હરજી ચૌહાણ ભીલ, અંજારના કોલીવાસમાં રહેતા શરદ ભરતભાઇ સુરાણી કોળી અને ઢોરાના કિશન રાજુભાઇ મકવાણા કોળીની અટક કરાઈ છે

434
11184 views
  
1 shares