logo

FTN KUTCH દ્વારા અલ્પાબેન કક્કડ રઘુવંશી મોરબી માં તમને એક સાથે જોવા મળશે હંમેશા 108 જેમ જ ગમે ત્યારે ગમે ત્યાં આ છે સાચો

FTN KUTCH દ્વારા અલ્પાબેન કક્કડ રઘુવંશી મોરબી માં તમને એક સાથે જોવા મળશે હંમેશા 108 જેમ જ ગમે ત્યારે ગમે ત્યાં આ છે સાચો પ્રેમ આને કહેવાય ઇન્સાનિયત આ છે અલ્પા કક્કડ રઘુવંશી સમાજ નું ગૌરવ કહેવાય સેવા અનેક લોકો કરી રહ્યા છે આવી રીતે સેવા કરવી એ એક ઈતિહાસ છે મનુષ્ય માટે તેમજ બે જુબાની જાનવર માટે પણ હંમેશા ખડે પગે સેવા આપી રહ્યા હોય તો એ છે અલ્પા કક્કડ
(જય જલારામ બાપા)
આજ ના યુગ માં જ્યારે લોકો અનેક પ્રકારના શોખ ધરાવતા હોય છે ત્યારે મોરબી ના અલ્પા બેન કક્કડ નો આ અનેરો શોખ અનેરી સેવા નું રૂપ લય ચુક્યો છે
જેમાં રસ્તે રખડતા અબોલ પશુ
જેમ કે ગાય , નંદી મહારાજ કે સ્વાન તથા અન્ય અબોલ પશુ પક્ષી ને ભોજન પૂરું પાડવું આ એમનો શોખ છે
અબોલ પશુ પ્રત્યે નો અનોખો પ્રેમ
જે હાલ પણ અલ્પા બેન ઘરે ઘરે રોટલા ઉઘરાવી ખવડાવે છે અને સાથે સાથે
અલ્પા કક્કડ ને આજે માનવ સેવા એજ પ્રભુ સેવા સુધી દોરી ગયો છે

આજ થી આશરે દસેક વર્ષ પહેલાં જેમ ગાયો માટે ગૌશાળા હોય
આપડે જેને વફાદાર પણ કહીએ છીએ ને જેનો તિરસ્કાર પણ કરીએ છીએ એવા ભગવાન શ્રી ગુરૂ દત્તાત્રેય તથા દાદા મેકરણ ના પ્રિય એવા સ્વાન કે જે ઍક્સિડન્ટ થઈ ગયેલા હોય કાઈ લાગેલું હોય કે રોગ થી પીલાતું હોય એવા સ્વાન ને રાખવા માટે તથા તેની સેવા કરવા માટે " સ્વાન " મંદિર ના નામે એક આશ્રમ ની શરૂઆત કરી હતી
ત્યાર બાદ મહાદેવ ના પ્રિય એવા નંદી મહારાજ ને રોટલા તથા વધ્યું ઘટ્યું જમવાનું માંગી ને ખવડવા ની શરૂઆત કરી અને તે બધાં નંદી સાથે મારે દિલ સબંધ જોડાય ગયા તેમાંથી એક નંદી ને હું 6 વર્ષ થયાં હું રાખડી બાંધું છું જેનું નામ ગોપાલ છે
ગોપાલ સાથે આવતા 2 નંદી મહારાજ જેમાંથી એક મામા અને એક કાકા નામે ઓળખાય છે જે આજે હયાત નથી 😢 પણ તેમના દીકરા માધવ ; અને વિઠ્ઠલ . શ્યામ તથા બલરામ મારી સાથે છે
વચ્ચે જ્યારે લમ્પી વાયરસ ફેલાયો હતો ત્યારે બધાં નંદી મહારાજ અને ગાય માતા માટે ઘી ગોળ તેલ ઘવ અને બીજી અન્ય ચીજ વસ્તુ ઘરે ઘરે થી એકઠી કરી ને 100 kg લાડું બનાવી ખવડાવ્યા હતા ...
અને તેનાથી આગળ વધી ને જલારામ બાપા ના આશીર્વાદ થી અલ્પા બેન કક્કડ લગ્ન પ્રસંગ કે કોઈ જન્મ દિવસ ની ઉજવણી કે કોઈ તિથિ નિમિત્તે વધેલું ભોજન માંણસો ફેંકી દેતા હોય છે તે ભોજન ગરીબ તથા જરૂરિયાત મંદ લોકો ની જઠરાગ્નિ ઠારવા ના હેતુ થી અને જલારામ બાપા ની પ્રેરણા કે જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢું કડો તે નેમ થી ભૂખ્યા માણસો સુધી આ ભોજન પોહચાડે છે તથા વારે તહેવારે પણ જરૂરિયાત મંદ લોકો સુધી જરૂરી વસ્તુ પહોંચાડે છે
આ પ્રવૃત્તિ ને આગળ વધારી ખુબજ ની સ્વાર્થ ભાવે સેવા કરે છે ને અન્ય લોકો ને પણ પ્રેરણા આપે છે

286
14593 views
  
1 shares