logo

FTN KUTCH એ.સી.બી. સફળ ટ્રેપ કેસ *ટોલ ફ્રી-૧૦૬૪* ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપી:- *ચેતનપુરી બાબુપુરી ગોસ્વામ

FTN KUTCH એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

*ટોલ ફ્રી-૧૦૬૪*

ફરીયાદીઃ-
એક જાગૃત નાગરીક

આરોપી:- *ચેતનપુરી બાબુપુરી ગોસ્વામી*, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, વર્ગ-2, ધ્રાંગધ્રા. રહે:- આર.એફ.ઓ. ક્વાર્ટર, ધ્રાંગધ્રા. જી.સુરેન્દ્રનગર

લાંચની માંગણીની રકમઃ- ૧૭,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- ૧૭,૦૦૦/-
લાંચની રીકવરી કરેલ રકમઃ- ૧૭,૦૦૦/-
ગુન્હાની તારીખઃ-૨૦/૦૩/૨૦૨૩
ગુન્હાની જગ્યાઃ- આર.એફ.ઓ. કચેરી, ધ્રાંગધ્રા
ટુંક વિગતઃ- આ કામના ફરીયાદીશ્રીનુ હીટાચી મશીન તથા લોન્ચર આ કામના આરોપીએ મીઠાના અગર માંથી પકડેલ હોય અને ફરીયાદીને કુળા ગામ પાસે આવેલ ફોરેસ્ટની બીટ ઓફીસે લઇ ગયેલ અને ફરીયાદીને હીટાચી મશીન તથા લોન્ચર ડીટેઇન કરી કોર્ટમાં મોકલી મોટો દંડ કરવાનુ અને છ મહિના સુધી હીટાચી મશીન અને લોન્ચર નહી છોડવાનુ જણાવેલ. જેથી ફરીયાદીએ આક્ષેપીતને હાજર દંડ આપવા વિનંતી કરેલ પરંતુ આક્ષેપીતે જણાવેલ કે દંડ ન ભરવો હોય તો રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.૭૫,૦૦૦/- મા નક્કી થયેલ. જેમાથી રૂ.૫૦,૦૦૦/- તા.18.03.23ના રોજ ફરીયાદીએ આપી દીધેલ અને રૂપીયા ૮,૦૦૦/- તા.19.03.23 ના રોજ આપેલ અને બાકીના રૂ.૧૭,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચના નાણા ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરીમાં રૂ.૧૭,૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી ઝડપાઇ જતા ગુન્હો કર્યા બાબત.
નોંધઃ- ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યાવહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીઃ-
શ્રી આર.આર.સોલંકી,
પોલીસ ઇન્સપેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે.
રાજકોટ ગ્રામ્ય, રાજકોટ.

સુપર વિઝન અધિકારીઃ-
શ્રી વી.કે.પંડ્યા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

484
25152 views