
જ્યારે કોઈ પક્ષ પાસે સક્ષમ ઉમેદવાર હોય છતાં આયાતી
જ્યારે કોઈ પક્ષ પાસે સક્ષમ ઉમેદવાર હોય છતાં આયાતી નેતાઓ ને ટિકિટો ફાળવવામાં આવતી હોય તો સમજી લેવું ઉપરથી સેટિંગ થઈ ગયું છે...!! કારણ કે વર્તમાન સમયમાં રાજનીતિ એક ખેલ બની ચુકી છે અને હોશિયાર લોકો રમી રહ્યા છે અને આપણા જેવા અનેક મૂર્ખ મુખબધીર બની ચર્ચાઓ માં વ્યસ્ત છીએ એક તરફ હારેલ વિધાનસભાનો ઉમેદવાર હાર્યા પછી પણ અદ્યતન શોપિંગ સેન્ટરો બાંધી કરોડો રૂપિયાનો ઈન્વેસ્ટ કરી રહ્યો હોય તો આપણે શું સમજવું કે તેને જીતવાથી વધું હારવામાં રસ હોઈ શકે તો પણ વારમ વાર આવા ઉમેદવારોને ટિકિટ કેમ ? અધુરામાં પુરું માઈનોરિટી અને અનુસૂચિત જાતિ સાથે દરેક ક્ષેત્રએ અન્યાય અને મારા જેવા દાઢી ટોપી વાળા તો વળી ગમતાં ના જ હોય કારણ કે અમારા જેવાઓથી પાર્ટી ની સોફ્ટ હિંદુત્વ ની છબી કદાચ ખરડાતી હોઈ શકે છે આવનાર સમયમાં માઈનોરિટી અને અનુસૂચિત જાતિ રાજનીતિક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ ઇચ્છતી હોય તો એક પ્લેટફોર્મ પર આવી બન્ને સમાજનાં સક્ષમ ઉમેદવારો માટે કાયદેસરની ટિકિટોની માંગણી કરી આવનાર વિધાનસભા માં સાથે મળી અત્યારથી કેમ્પએઈન કાઉન્સીલિંગ અને કેન્વસિંગ કરવાનું શરુ કરી દેવું જોઈએ જેથી કરીને આવનાર સમયમાં યોગ્ય શિક્ષિત સેવાભાવી ધૈર્ય સંયમતાની સાથે સર્વધર્મ સમભાવની ભાવના સાથે નિઃસ્વાર્થ ભાવ થી સેવા કરનાર યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી આજે આપણી પાસે ખુબજ ઉપયોગી યુવાધન છે પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મની જરૂર છે. વર્તમાન સમયમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ શિક્ષિત સેવાભાવી યુવાઓને વધું પ્રમાણમાં તક આપવામાં આવે જેથી કરીને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ તેની અસર અચૂક જોવા મળશે કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ગુજરાત હવે પરિવર્તન જંખી રહ્યું છે પાછલાં ત્રણ દાયકાથી ગુજરાતમાં વિરોધ પક્ષની ભૂમિકા વાંધાજનક રહી છે કે જે પછી ખેડૂતોના દેવા માફીના મુદ્દે વિધાનસભા ઘેરાવ માં આપણે જોયું કે ખેડૂતોનું દેવું તો માફ ના થયું પરંતુ દરેક ધારાસભ્યનો પગાર બમણો જરૂર થયો છેલ્લી લોકસભામાં પણ ૨૬ માંથી ૨૬ બેઠકો ગુમાવનાર અને ત્યારબાદ ૮ સીટોની પેટા ચૂંટણીમાં પણ આઠે આઠ માં હાર બાદ ગુજરાતમાં સૌપ્રથમ પ્રદેશ કક્ષાએ કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવતા ના હોય ત્યારે સમજી શકાય કે હારવામાંજ જો રસ હોય તો જીતવાની કે મજબૂત રીતે વિરોધ કરવાની ક્યાં જરૂર છે આ કોઈ આક્ષેપ કે પ્રતિ આક્ષેપ નથી વર્તમાન સમયમાં રાજનીતિક સનાતન સત્ય છે કે જે દરેક નાના મોટા સર્વે નેતા કે પછી સભ્ય હોય કે સરપંચ તાલુકાના સદસ્ય હોય કે જિલ્લાના કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ કોઈ દૂધે ધોયેલા નથી દરેકે આ બાબતનો બ્રાહય રીતે નહિ તો અંતરમાં સ્વીકારતો કરવોજ પડે પરંતુ આ દરેક બાબતમાં મતદાતાઓનો વાંક શું ? આજે મોંઘવારી બેરોજગારીને લીધે ગરીબોનું જીવન દોહ્યલું થઈ ગયું છે ચૂલો સળગાવઓ પણ મુશ્કેલ બની ગયું છે એવામાં દિનપ્રતિદિન શિક્ષિત યુવાઓ પણ ડિપ્રેશનનો શિકાર બની રહ્યાં છે વ્યાજખોરો ના આતંકથી કેટલાંક લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે ક્યાંક વેપારી જગતમાં પરિવારો સામુહિક આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે આવી અનેક ના ઘણી શકાય તેટલી સમસ્યાઓમાં ગુજરાતનો મતદાતા ઘેરાઈ ગયો છે તો પક્ષ અને વિપક્ષ આ બન્ને માંથી આના માટે જવાબદાર કોણ ? કારણ કે જો ગુજરાતમાં મજબૂત વિરોધપક્ષ હોત તો વર્તમાન સરકારને આટલી બધી ખુલી છૂટ ક્યારેય મળી ના હોત અને ગુજરાતની જનતા પણ ક્યારેય મજબૂર બની ના હોત પરંતુ હવે સમયની માંગ પ્રમાણે પરિવર્તન જરૂરી છે.........!! શકીલ સંધી....!! ૯૯૨૪૪૬૧૮૩૩