logo

સુમરાસર-ધરમપર અને માધાપરમાંથી ચોરી કરનારો શખ્સ વેકરિયાના રણમાંથી ઝબ્બે

ભુજ : માધાપર તથા પદ્ધર પોલીસ સ્ટેશનમાં થયેલી ઘરફોડ ચોરી અને ભુજ બી ડિવિઝનમાં થયેલી ડિઝલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભુજ એલસીબીએ ઝડપી પાડ્યો છે.એલસીબીને બાતમી મળી કે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેંગ બનાવી ચોરીઓ કરતી ટોળકી સામે દર્જ થયેલા ર૦ર૦ના ગુનામાં આરોપી નાના દિનારાનો રસીદ ઉર્ફે વલો દેશર સમા લોરિયા ચેકપોસ્ટથી ભીરંડિયારા જતા માર્ગે ગોગા મંદિરની સામે વેકરિયાના રણમાં આવેલા ઢોરવાડામાં હાજર છે. જેથી ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી રસીદને ઝડપી લેવાયો હતો.

જેની પુછતાછ દરમિયાન તેણે મિત્રો અલી જત અને અનવર સુમરા સાથે મળીને સુમરાસર ગામમાં રાત્રીના સમયે ડમ્પરોમાંથી ડીઝલની ચોરી, ડેરીમાંથી કેનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ ધરમપર ગામે દુકાનોમાંથી ચોરી તેમજ માધાપર હાઈવે પર આવેલા મહેન્દ્રા શોરૂમની પાછળ આવેલા વંડામાં ઉભેલી ગાડીમાંથી પણ ડીઝલ ચોર્યાની કબૂલાત આપી હતી. જેથી એલસીબીએ ફરાર આરોપીને ઝડપી ત્રણ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આરોપી પાસેથી જી.જે. ૧ર એઈ ૮૧૬૯ નંબરની એક લાખની અલ્ટો કાર તેમજ રોકડ, મોબાઈલ કબ્જે કરવામાં આવી હતી.

1
16301 views