logo

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસીક ઘટના : અધ્યક્ષ પદે કચ્છી મહિલા નીમાબેન આરૂઢ

ગાંધીનગર। ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કેમ કે, વિધાનસભાને પ્રથમ મહિલા સ્પિકર અધ્યક્ષ મળવા પામ્યા છે અને તેની સાથે જ ગૃહમાં ઈતિહાસ રચાઈ જવા પામ્યો છે. આજ રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો.નીમાબેન આચાર્યની વધીવત વરણી કરવામાં આવી ગઈ છે.નીમાબેન આચાર્યના અધ્યક્ષ તરીકે પસંદ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા એ પ્રસ્તાવના ટેકો આપતા પ્રસ્તાવ મત મૂકવામાં આવ્યો હતો આ પ્રસ્તાવને વિપક્ષે ટેકો આપતા સર્વાનુમતે પસાર કરી વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્યકારી અધ્યક્ષ દુષ્યંતભાઈ પટેલ ડો નીમાબેન આચાર્યને વિધાનસભાના અધ્યક્ષ પદ તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની ધારાસભ્ય આચાર્ય અને તેમની બેઠક પરથી વિધાનસભાનાઅધ્યક્ષની ખુરશી તરફ દોરી ગયા હતા અને નીમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ગ્રહનું સંચાલન કર્યું હતું.જે પ્રકારે નિમાબેન આચાર્યનો બહોળો અનુભવ છે અને ધારાસભ્ય તરીકે અને ખાસ કરીને લાંબા સમયથી અધ્યક્ષ તરીકે જે અધ્યક્ષની ગેરહાજરીમાં બેસતી પેનલમાં નોમીની તરીકે પણ તેઓ પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે. ત્યારે હવે વિધાનસભાનું સંચાલન નિમાબેન આચાર્ય સાથે કરવામાં આવશે.

0
14664 views