અખિલ ભારતીય માનવાધિકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા મા બંધ હાલતમાં નારીકેન્દ્ર છે
આજ રોજ અખિલ ભારતીય માનવાધિકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા મા બંધ હાલતમાં નારીકેન્દ્ર છે તેને શરૂ કરવા અથવા નવુ નારીકેન્દ્ર ને મંજૂરી આપવવા બાબતે આવેદનપત્ર આપવામા આવ્યું જેમાં મહિલા ઓને ઘરેલુ હિંસા,મારઝૂડ ,બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવે છે તો તેમાં મહિલા ઓ પોતાના રક્ષણ માટે નારીકેન્દ્ર નો સહારો લેવો પડે છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લા મા નારીકેન્દ્ર છે નહિ અને મહિલાઓ રાજકોટ મોકલવામાં આવે છે અને મહિલાઓ ને ન્યાય માટે વલખા મારી રહી હોય તેવા સંજોગોમાં મા સુરેન્દ્રનગર જિલ્લામા નારીકેન્દ્ર ખોલવા માટે કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર શહેર ઉપ પ્રમુખ સાગર ચામડિયા,જિલ્લા ઉપ પ્રમુખ એસ. આર, કુરેશી, શહેર ઉપ પ્રમુખ સોમાભાઈ નાકિયા, જિલ્લા કાર્યકારી પ્રમુખ અલ્પા બેન સોનારા,જિલ્લા મહા મંત્રી મુકતાબેન મકવાણા, શહેર ઉપ પ્રમુખ કૈલાસ બેન સોલંકી, સહીત ઉપસ્થિત રહ્યા હતા.