રાજુલાની દીકરી રાજવીએ રાજ્ય કક્ષાએ ચમકાવ્યું નામ, ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ શૂટિંગમાં મેળવ્યો 4થો ક્રમ
રાજુલાની દીકરી રાજવીએ રાજ્ય કક્ષાએ ચમકાવ્યું નામ, ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ શૂટિંગમાં મેળવ્યો 4થો ક્રમ
રાજુલા:
તારીખ 7 જૂન 2026ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાયફલ ક્લબમાં આયોજિત 3જી ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ શૂટિંગ કોમ્પિટિશન-2026માં રાજુલાની 14 વર્ષીય રઘુવંશી લોહાણા સમાજની દીકરી રાજવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે.
હાલ રાજવી સાણંદ સ્થિત સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈ રહી છે. સ્પર્ધા દરમિયાન રાજવીએ 40 રાઉન્ડ શૂટિંગ કરી કુલ 320 સ્કોર સાથે રાજ્ય કક્ષાએ 4થો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
અગાઉ પણ રાજવીએ ઇન્ટર DLSS લીગમાં 3જો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો, જે તેની સતત મહેનત અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.
રાજવી પોતાના કોચ સોમા સાહેબના માર્ગદર્શન હેઠળ સતત મહેનત કરી રહી છે અને રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કર્યા બાદ હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરે તેવી સૌ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રાજુલા સહિત સમગ્ર વિસ્તારમાં રાજવીની આ સિદ્ધિને લઈને આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.