અમદાવાદ જિલ્લામાં ભાજપ દ્વારા કાર્યક્રમોની તૈયારી બેઠક
અમદાવાદ : કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે 'વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ' અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોના વિવિધ ઇન્ચાર્જોની બેઠક સાણંદ ખાતે યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડાએ કરી.
આ બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ તેમજ વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા. જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાએ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમના ઇન્ચાર્જોએ તેમના આયોજન અંગે માહિતી રજૂ કરી.