logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં સેવાભાવી દંપતી દ્વારા કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરાયું: રાહદારીઓએ પુણ્યના કાર્યને બિરદાવ્યું......

ચાણસ્મામાં સેવાભાવી દંપતી દ્વારા કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરાયું: રાહદારીઓએ પુણ્યના કાર્યને બિરદાવ્યું......

ચાણસ્મા, સોમવાર (તા.૮જૂન, ૨૦૨૬):

હાલના ઉનાળાના આકરા દિવસોમાં ગરમીથી રાહત આપવા માટે ચાણસ્મા શહેરમાં આજે એક સરાહનીય જનસેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. ચાણસ્માના સેવાભાવી દંપતી તરફથી લોકોની સુવિધા માટે મામલતદાર કચેરીની બિલકુલ સામે ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કરાયું હતું.આ પુણ્યશાળી કાર્યનું આયોજન પટેલ મહેન્દ્રભાઈ અંબાલાલ તથા પટેલ ભગવતીબેન મહેન્દ્રભાઈ (હિરાણી નો માઢ) પરિવાર તરફથી તદ્દન મફત જન સેવા અર્થે કરવામાં આવ્યું હતું. આજે ૮મી જૂનના રોજ યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં મામલતદાર કચેરીની આસપાસના વિસ્તારમાંથી પસાર થતા સેંકડો રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોએ કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાશનો સ્વાદ માણી તૃપ્તિનો અનુભવ કર્યો હતો.સરકારી કામકાજ અર્થે આવેલી જનતા અને રસ્તા પરથી પસાર થતા વટેમાર્ગુઓએ આકરી ગરમીમાં અમૃત સમાન છાશની વ્યવસ્થા કરવા બદલ પટેલ પરિવારની આ ઉત્તમ માનવ સેવાને ખૂબ-ખૂબ બિરદાવી હતી અને દાતા દંપતીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

17
607 views

Comment