ગાંધીનગરમાં 'એક પેડ માં કે નામ' અભિયાનથી વૃક્ષારોપણની પ્રેરણા
ગાંધીનગર: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'એક પેડ માં કે નામ' અભિયાન દ્વારા દેશમાં વૃક્ષારોપણ અંગે લોકોમાં જાગૃતિનો સંચાર થયો છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને સૌથી હરિયાળો બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
શ્રી અમિતભાઈ શાહે આ અભિયાનમાં નાગરિકોને જોડવા માટે www.gandhinagarloksabha.in નામની એક વેબસાઈટ પણ તૈયાર કરી છે. લેખક દ્વારા પણ આ વેબસાઈટ પર વૃક્ષારોપણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સાથે જ વૃક્ષની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ કરી છે. ગાંધીનગરના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવાની વિનંતી કરવામાં આવી છે જેથી સમગ્ર વિસ્તાર, રાજ્ય અને દેશને હરિયાળો, સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ મળે.