logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત: ઓલપાડના સાયણમાં ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ લાગતી અફરાતફરી

સુરત : ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં આવેલ કૈલાશ સિન્થેટિક ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. યાર્ન બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા અને આથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમો અને ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલા માલસામાન અને મશીનરીને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ ચાલી રહી છે.

5
131 views

Comment