અમદાવાદ : વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ : કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’’ અભિયાન અંતર્ગત ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર રાજ્યના વરિષ્ઠ પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ‘‘એક પેડ મા કે નામ’’ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. તેઓએ રોપાયેલા વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે સામૂહિક સંકલ્પ પણ કર્યો. નિર્મળસિંહ વાઘેલા, મીડિયા કન્વીનર, અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.