અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ : કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’’ અભિયાન હેઠળ 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુસરીને પર્યાવરણ જતન માટે ‘‘એક પેડ મા કે નામ’’ અંતર્ગત શેલા વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અને ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓએ વૃક્ષોના ઉછેર અને જતન માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.