logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જબ તક કામ મિલતા રહેગા તબતક કામ કરને કા પ્રયત્ન કરતા રહુંગા... ભુજના ચાહકની 'આરામ' કરવાની સલાહ પર અમિતાભ બચ્ચને પોતાનો વિચાર વ્યકત કર્યો

જબ તક કામ મિલતા રહેગા તબતક કામ કરને કા પ્રયત્ન કરતા રહુંગા...": ભુજના ચાહકની 'આરામ' કરવાની સલાહ પર અમિતાભ બચ્ચને પોતાનો વિચાર વ્યકત કર્યો



અમિતાભ બચ્ચને ફેસબુક પર સમય બદલાવા અને શીઘ્ર નિર્ણય લેવા અંગે પોસ્ટ મૂકી હતી



ભુજના હસુ ઠક્કરે ઢળતી ઉંમરનો તકાજો આપી આરામ તરફ આગળ વધવા કોમેન્ટ કરી..



બોલિવૂડના શહેનશાહ અને 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે અવારનવાર જોડાયેલા રહે છે. તાજેતરમાં તેમણે ફેસબુક પર કરેલી એક પોસ્ટ પર ભુજના તેમના એક ચાહકે તેમને હવે ઉંમરને ધ્યાનમાં રાખીને આરામ કરવાની સલાહ આપી હતી. જેના જવાબમાં સદીના મહાનાયકે એવો રિપ્લાય આપ્યો છે, જે આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની ગયો છે.

શું હતો સમગ્ર મામલો?

અમિતાભ બચ્ચને ફેસબુક પેજ પર પોતાની એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું: "FB 4680 - महीनों के अंदर समाँ बदल जाता है, इस लिए शीघ्र निर्णय".

આ પોસ્ટ વાંચીને ભુજના રહેવાસી અને તેમના ચાહક હસુ ઠક્કરે તેમને ટેગ કરતા એક કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "Big B... तो क्या सोचा... वक़्त का तकाज़ा यही कहता हैं। अब आराम फरमाए हुए नई दिशा वन प्रस्थान की और बढ़े Amitabh Bachchan" (બિગ બી, સમયનો તકાજો છે કે હવે તમારે આરામ ફરમાવીને નવી દિશા એટલે કે વનપ્રસ્થાન તરફ આગળ વધવું જોઈએ.

બિગ બી નો માર્મિક અને પ્રેરણાદાયક રિપ્લાય

સામાન્ય રીતે સેલિબ્રિટીઝ દરેક કમેન્ટનો જવાબ આપતા નથી, પરંતુ ભુજના ચાહકની આ કમેન્ટનો અમિતાભ બચ્ચને જાતે જ રિપ્લાય આપ્યો હતો. સાંજે અંદાજિત 5 વાગ્યાના અરસામાં તેમણે હસુ ઠક્કરને ટેગ કરીને લખ્યું: "Hasu Thacker जी नहीं, काम मिलता रहेगा तो करने का प्रयत्न होगा" (જી નહીં, કામ મળતું રહેશે તો તે કરવાનો મારો પ્રયત્ન રહેશે).

બિગ બીના આ જવાબ બાદ હસુ ઠક્કરે પણ તેમનો આભાર વ્યક્ત કરતા તેમને સન્માનપૂર્વક પ્રત્યુત્તર (With Respect SirG, Thank you) આપ્યો હતો.

1
278 views

Comment