અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિન મહોત્સવનો ભવ્ય આયોજનો
અમદાવાદ: આજે 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ (અમદાવાદ) અને હીરાપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 'વિશ્વ પર્યાવરણ દિન મહોત્સવ'નું તાલુકા કક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પર્યાવરણીય જતન અને સંવર્ધન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
હીરાપુર પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યકિતઓએ પૃથ્વીને વધુ હરિયાળી અને સુંદર બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.