logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દસ્ક્રોઇમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

દસ્ક્રોઇ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દસ્ક્રોઇ મંડળની ટીમ દ્વારા હીરાપુર ગામમાં આવેલા હીરાપુર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં દસ્ક્રોઇ મંડળના પ્રમુખ પ્રતીક પટેલ સહિત દસ્ક્રોઇ તાલુકાના વિવિધ પદ અધિકારીઓ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ પર્યાવરણને સદભાવપૂર્વક જાળવવા અને વૃક્ષારોપણ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો.

13
953 views

Comment