logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત શહેરના ૯ ઝોનની ૩૬૫ શાળાઓના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંવર્ધનનો સંદેશો

નાના હાથ-મોટો સંદેશ: શહેરના ૯ ઝોનની ૩૬૫ શાળાઓના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ‘પર્યાવરણ સંવર્ધન’નો સંદેશો આપતા ૨૫૦૦ પ્લેકાર્ડ બનાવ્યા
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતનાં મહેમાન બનનાર વડાપ્રધાનશ્રીના આગમનને વધાવવા તૈયાર ભૂલકાઓ: સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે બનાવ્યા પ્લેકાર્ડ. જ્યારે આખું શહેર યશસ્વી વડાપ્રધાનનાં આગમન માટે આતુર છે, ત્યારે શહેરની પાલિકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ પણ તેમને આવકારવા તૈયાર છે. પાલિકા કમિશનરશ્રી એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ શહેરના ૯ ઝોનની ૩૬૫ શાળાઓના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ૨૫૦૦ આચાર્યો-શિક્ષકોએ વિવિધ ચિત્રો દ્વારા ‘પર્યાવરણ સંવર્ધન’નો સંદેશો આપતા ૨૫૦૦ જેટલા પ્લેકાર્ડ બનાવ્યા છે.

0
385 views

Comment