વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની ભેટ*
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતમાં ₹1063 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આમાં ભરૂચમાં ₹894 કરોડના 6 GIDC પ્રોજેક્ટ્સ અને વલસાડમાં ₹169.3 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. દહેજ PCPIR ખાતે ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના રોડ અને ડ્રેનેજ નેટવર્કનું નિર્માણ પણ થશે.
વડાપ્રધાન સુરત ખાતે ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રદૂષિત પાણીના નિકાલ વ્યવસ્થાને મજબૂત બનાવશે. ભરૂચમાં દહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને વલસાડના સરીગામમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 15 MLDથી 25 MLD સુધી વધારાશે, જેનાથી પર્યાવરણ ધોરણોનું પાલન સુનિશ્ચિત થશે.
આ ઉપરાંત, *દહેજ-1* ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2 નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.
*વલસાડમાં ₹169 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ*
વલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાનશ્રી GIDCના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ અંતર્ગત સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે, જેનાથી પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો થશે અને પર્યાવરણ ધોરણોનું અસરકારક પાલન સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટમાં ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ, ટેસ્ટિંગ, ટ્રાયલ રન અને ઓપરેશન, મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે એચડીપીઈ (HDPE) ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ પમ્પિંગ સ્ટેશનથી લેન્ડફોલ ચેમ્બર અને ઊંડા સમુદ્રમાં નિકાલના સ્થળ સુધી એચડીપીઈ ઑનશોર અને ઑફશોર પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે.