દુધેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો માહોલ: અધિક માસ નિમિત્તે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન......
દુધેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો માહોલ: અધિક માસ નિમિત્તે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન......
ચંદ્રુમાણા:
પવિત્ર અધિક માસ નિમિત્તે ચંદ્રુમાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી દુધેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય અને મંગલમય વાતાવરણ વ્યાપી ગયું છે.આ ભાગવત કથામાં જાણીતા કથાકાર પૂજ્ય શ્રી નીતિન ઠાકર વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં હરિભક્તોને ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે. વ્યાસપીઠ પરથી વહી રહેલી કથામૃતની સરવાણીમાં ડૂબકી લગાવીને કથા શ્રવણ માટે પધારેલા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે. અધિક માસના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના સાનિધ્યમાં યોજાયેલી આ ભાગવત કથા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો માટે આધ્યાત્મિક ઉત્સવ બની રહી છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ ભારે ઉત્સાહભેર કરવામાં આવી રહી છે.