નાગેશ્રી પો.સ્ટે.માં થયેલ મોટર સાયકલ ચોરીનાં અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી પોલીસ
નાગેશ્રી પો.સ્ટે.માં થયેલ મોટર સાયકલ ચોરીનાં અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ
કરતી નાગેશ્રી પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લાઓમાં બનતા ચોરીના બનાવોમાં સત્વરે કાર્યવાહી કરી મુદામાલ રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ ચોરીના બનાવોનો તાત્કાલીક ભેદ ઉકેલવા સારૂ સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ નાઓએ માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે નાગેશ્રી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.આર.ગળચર સાહેબ નાઓની ચોક્કસ બાબતી આધારે નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા નાગેશ્રી પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૬૦૧૨૬/૨૦૨૩, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ડ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
0➡પકડાયેલ આરોપીની વિગત-
(૧) અલ્હાજ દાદુભાઇ મન્સુરી, રહે.દેલવાડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
(૨) શાબીરપીયા સાહિદભાઈ સરવૈયા, રહે.ટીબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
0➡રીકવર કરેલ મુદામાલ-
(૧) હિરો સ્પલેન્ડર પ્લસ જેના રજી.નં. GJ03/02063 કિ.રૂ. ૩૫,૦૦૦/-