logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રામપરા ગામમાં સિંહોની દહેશત : દીવાલ કૂદી શેરીમાં પ્રવેશ્યા, વીડિયો વાયરલ

બ્રેકિંગ ન્યૂઝ | અમરેલી - રાજુલા

રામપરા ગામમાં સિંહોની દહેશત : દીવાલ કૂદી શેરીમાં પ્રવેશ્યા, વીડિયો વાયરલ

રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની અવરજવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સિંહ દીવાલ ઉપર છલાંગ મારી ગામની શેરીમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, શિકારની શોધમાં નીકળેલા સિંહો રાત્રિના સમયે ગામની શેરીઓમાં ખુલ્લેઆમ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ગ્રામજનોએ વનવિભાગ પાસે સિંહોને ગામથી દૂર ખસેડવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.

બીજી તરફ રાજુલા રેન્જમાં વનવિભાગ પાસે સ્ટાફની અછત હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજુલા રેન્જના 6 ફોરેસ્ટર રાઉન્ડ પૈકી 6 રાઉન્ડ ખાલી હોવાના કારણે કામગીરી પર અસર પડી રહી હોવાનું જાણવા મળે છે.

ગ્રામજનોનું કહેવું છે કે સિંહોની વધતી અવરજવર અને સ્ટાફની અછત વચ્ચે માનવ સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

રિપોર્ટ : કાનાબાર ન્યૂઝ રાજુલા
અમરેલી - રાજુલા 🦁🚨

3
89 views

Comment