ગુજરાતમાં યુનિવર્સલ એફિડેવિટનો અમલ શરૂ
ગુજરાત: રાજ્યના કાયદા વિભાગે સમગ્ર ગુજરાતમાં ‘યુનિવર્સલ એફિડેવિટ’ નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે, જે તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાત સ્વીકારાશે. આ એફિડેવિટ ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો પર પણ લાગુ પડશે, જેના કારણે ઓનલાઇન અરજી કરનારાઓને વધુ સુવિધા મળશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેવા સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ ફરજિયાત નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ માત્ર 'સ્વઘોષણા'ની પ્રક્રિયા જ ચાલુ રહેશે અને સોગંદનામું ફરજિયાત નહીં કરવામાં આવે. કાયદા વિભાગે આ ફોર્મેટને સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કર્યું છે.