આનંદ : મોના મોટવાણી દ્વારા ગરીબ બાળકો માટે સેવા કાર્ય
આનંદ : આત્મીય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલી મોના મોટવાણી છેલ્લા સાત વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે સતત સેવા કાર્યમાં કાર્યરત છે. તેમણે ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે યોગ્ય પોષણ, ભોજન અને શિક્ષણ માટે જરૂરી સામગ્રી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ રાખ્યો છે.
મોના મોટવાણી દ્વારા આશરે 5000થી વધુ બાળકોને મદદ મળી છે, જેમાં સંપૂર્ણ સ્કૂલ કિટ્સનું વિતરણ મુખ્ય ફાળો છે. તેમજ, જરૂરિયાતમંદ વડીલો માટે રેશન કિટ્સનું વિતરણ પણ નિયમિત રીતે કરવામાં આવે છે. તેમની સેવા માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ છે અને આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.