બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે 15 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન
બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે 15 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન
વિદ્યાર્થીઓ તથા કિશોરોમાં એકાગ્રતા, માનસિક શાંતિ અને માનવીય મૂલ્યોનો વિકાસ થાય તેવા શુભ હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે 15 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમર કેમ્પના સમાપન પ્રસંગે Rotary Club of Ankleshwarના પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, વિમલ પાઠક તેમજ Inner Wheel Club of Ankleshwarના પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા અને ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર અંજુ કાલરા દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કામિનાબા રાજ અને કોમલબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમર કેમ્પમાં યોગ ટ્રેનર બિનિતા મહેતા તથા ખુશ્બુ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને યોગાભ્યાસની વિવિધ પ્રવૃત્તિઓ, આસનો તથા રસપ્રદ રમતો દ્વારા શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમર કેમ્પના સફળ આયોજનથી વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ વધવા સાથે સ્વાસ્થ્ય, શિસ્ત અને સકારાત્મક જીવનમૂલ્યોના સંવર્ધનને પણ પ્રોત્સાહન મળ્યું હતું.