logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગોધરામાં મોડી રાત્રે કમોસમી વીજળીના કડાકા સાથે વરસાદ અને ભારે પવનનું આક્રમણવ

ગોધરા : ગોધરા અને તેની આસપાસના વિસ્તારોમાં ૩૧ મે ૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ કમોસમી ભારે પવન અને વીજળીના કડકા સાથે વરસાદનું આક્રમણ થયું હતું. આ કારણે શહેરભરમાં દોડધામ મચી ગઇ હતી અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.

સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી અંધારપટ છવાઈ ગયો હતો. તંત્ર મુજબ આ હવામાન પરિવર્તનથી કોઈ મોટી જાનહાનિની જાણકારી મળી નથી, છતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

5
997 views

Comment