logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગ તરફથી સાઉથ -ઇસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત

સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હર હંમેશ કટીબધ્ધ છે. સાઉથ−ઇસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં DGVCL દવારા ગોડાદરા જળ વિતરણ મથકના કેમ્પસમાં રર કે.વી. વીજ સપ્લાય સાઇડે RMU (રીંગ મેઇન્સ યુનિટ) ઇન્સ્ટોલેશન કરી કાર્યરત કરવાની કામગીરી તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી સાંજના ૦પ.૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેથી સાઉથ−ઇસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારોમાં નીચે દર્શાવવામા આવેલ વિસ્તારમા પાણી પુરવઠો બંધ રહે/ ઓછા જથ્થામાં મળવાની શકયતા છે. જેની જાહેર જનતાએ નોંધ લઇ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.



ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવેલ વિસ્તાર/સોસા.નું નામ:-



(૧)

આસપાસનગર, ખોડીયારનગર, મહારાણા પ્રતાપ સોસા. , પ્રિયંકા−૩, ૪, નિલકંઠનગર, દેવી દર્શન,ૠષિનગર,પ્રિયંકા મેગાસીટી,ધીરજ નગર−૧,ર, શિવપાર્ક પટેલનગર,શિવસાગર, સુડા આવાસ,ગોડાદરા ગામતળ, માનસરોવર−એ,બી,સી,ડી, વૃંદાવન, ઇન્દ્રલોક, સ્વામીનારાયણ નગર, ક્રિષ્નાપાર્ક શામળાધામ, રઘુવીર રો. હાઉસ, લક્ષ્મીનારાયણ, તથા સપ્લાયને લાગુ તમામ સોસાયટી.



(૨)

ગુરૂનગર, વિરદર્શન હરેક્રિષ્ના, વૃંદાવન., નંદનવન, પ્રિયંકા સીટીપ્લસ, જે.બી.નગર, લક્ષ્મી પાર્ક વિ. સોસાયટીઓ તથા સ્કાય વ્યુ હાઇટસ સ્કાયલોમ હાઇટસ સેફાયર−૮ તથા સપ્લાયને લાગુ તમામ સોસાયટી.

34
1164 views

Comment