logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હેલ્મેટ ચેકિંગ અભિયાન સામે લોકોમાં રોષ, સેફ્ટીના નામે માત્ર દંડ વસુલાતનો આક્ષેપ

હેલ્મેટ ચેકિંગ અભિયાન સામે લોકોમાં રોષ, “સેફ્ટી”ના નામે માત્ર દંડ વસુલાતનો આક્ષેપ
સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગ અભિયાનને લઈને સામાન્ય વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર હેલ્મેટ ન હોવા બદલ દંડ ફટકારવામાં વધુ ભાર મૂકાઈ રહ્યો છે, જ્યારે માર્ગ સુરક્ષાના અન્ય મહત્વના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
કેટલાક નાગરિકોએ આક્ષેપ કર્યો કે રસ્તાઓ પર ખાડા, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ અને બેદરકારીભર્યા વાહનચાલન જેવા પ્રશ્નો વધુ અકસ્માતોનું કારણ બને છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે હેલ્મેટ ચેકિંગ સુધી મર્યાદિત રહી છે.
નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે માત્ર દંડ વસૂલવાથી નહીં પરંતુ રોડ સેફ્ટી અંગે જાગૃતિ, સારા રસ્તા અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા દ્વારા અકસ્માતોમાં ઘટાડો શક્ય બને.
ટ્રાફિક નિયમોનું પાલન દરેક નાગરિકની જવાબદારી છે, પરંતુ તેની સાથે માર્ગોની સુરક્ષા અને સુવિધાઓ સુધારવા માટે પણ તંત્રએ ગંભીરતાથી કામગીરી કરવાની જરૂર હોવાનું લોકો માની રહ્યા છે.
માનવજાતે નિયમો બનાવ્યા, પછી નિયમો માટે કેમેરા લગાવ્યા, પછી કેમેરા માટે દંડ. અંતે રસ્તા એ જ ખાડાવાળા. અદ્ભુત વિકાસ યાત્રા.

9
79 views

Comment