logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હેડલાઇન છોટાઉદેપુરના કોલિયા થોર ગામે ખેતરમાં વાવેલો રૂ. 78 લાખનો ગાંજો ઝડપાયો

છોાઉદેપુર
ગુલાબ રાઠવા
રાજ્યને નશાની બદીમાંથી મુક્ત કરવા અને યુવાનોને માદક પદાર્થોથી દૂર રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા એસઓજી ટીમને બાતમી મળી હતી કે કોલિયા થોર ગામે રહેતા એક વ્યક્તિએ પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.
બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા ગામ ખાતે રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 507 લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન અંદાજે 156.3 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત કરાયેલ ગાંજાની કિંમત અંદાજે રૂપિયા 78,15,000 ગણવામાં આવી રહી છે.
પોલીસે આરોપી ઉદેલિયા ભૂર્યાભાઈ રાઠવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

7
222 views

Comment