સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને વિશેષ લાભ માટે સમજૂતી કરાર
સુરત મહાનગર પાલિકાના મ્યુનિ કમિશનર નાગરાજન એમ. અને મુકેશ નવલ, ડેપ્યુટી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા દ્વારા 27 મે 2026 ના રોજ MOU હસ્તાક્ષરિત કરવામાં આવેલ છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ બેંક ઓફ બરોડા સાથે ત્રણ વર્ષનો સમજૂતી કરાર MOU કર્યો છે. આ MOU 27 મે 2026 થી અમલમાં આવશે અને 31 મે 2029 સુધી માન્ય રહેશે. આ MOU નો મુખ્ય હેતુ બેંક ઓફ બરોડામાં સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને વિશેષ લાભ આપવાનો અને ચૂકવણી સરળ બનાવવાનો છે.
બેંક ઓફ બરોડા દ્વારા કર્મચારીઓને આધુનિક બેંકિંગ સુવિધાઓ, મફત ટ્રાન્ઝેકશન, વીમા કવર અને લોન પર વિશેષ રાહત આપવામાં આવશે. પગાર બેંકિંગ કલાકોની શરૂઆતમાં જમા થશે અને અન્ય ચુકવણીઓ 24 કલાકમાં પ્રક્રિયા થશે.
કર્મચારીઓના અવસાનના કિસ્સાઓમાં 10 લાખનું જીવન વીમા કવર, 1(એક) કરોડ નું વ્યક્તિગત અકસ્માત વીમા કવર, અને 1(એક) કરોડનું એર અકસ્માત વીમા કવર એમ કુલ -૨ (બે) કરોડ વીમા કવર મળશે તથા પુત્રીના લગ્ન માટે 10 લાખનું અને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખનું વિશેષ કવર આપવામાં આવશે. કાયમી અશક્તતા માટે 1(એક) કરોડ અને આંશિક અશક્તતા માટે ૭૫ લાખનું કવર મળશે.
કર્મચારીઓ માટે ઝીરો બેલેન્સ પગાર ખાતા ઉપલબ્ધ રહેશે. Lifetime Free Debit/Credit Cardની સુવિધા આપવામાં આવશે. ATM ઉપાડ, ચેકબુક, ડિમાન્ડ ડ્રાફ્ટ, RTGS/ NEFT/ UPI/ IMPS/ SMS /Email Alerts સુવિધા પણ મફત રહેશે. લોકર ભાડા પર 20% થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને જો કર્મચારી હોમ/ઓટો લોન લેશે તો વધારાનો 5%–10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
હોમ લોન, ઓટો લોન અને એજ્યુકેશન લોન પર 50%–100% સુધીના પ્રોસેસિંગ ચાર્જ રાહત મળશે. પર્સનલ લોન ₹20 લાખ સુધી ઉપલબ્ધ રહેશે. પગાર આધારે ઓવરડ્રાફ્ટ સુવિધા ₹50,000 થી ₹3,00,000 સુધી મળશે.
જીવનસાથી એકાઉન્ટ ઝીરો બેલેન્સ સાથે Lifetime Free Debit Card મળશે. પરિવાર માટે 4 ખાતા સુધી ઝીરો બેલેન્સ સાથે Free RUPAY Classic Debit Card ઉપલબ્ધ રહેશે.
ડીમેટ AMC પર પ્રથમ વર્ષ મફત અને ત્યારબાદ 50%–100% ડિસ્કાઉન્ટ મળશે. પ્રીપેઇડ / ગિફ્ટ કાર્ડ પર 50%–100% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. હોમ લોન પર "Baroda Advantage Home Loan" યોજના હેઠળ વ્યાજમાં રાહત મળશે. ડિજિટલ લોન અને પ્રી-એપૃવ પર્સનલ લોન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. કાર લોન, ટુ-વ્હીલર લોન, પેન્શનર લોન વગેરે ઉપલબ્ધ રહેશે.