સુરત: ચોર્યાસી તાલુકા પંચાયતમાં સ્થાનિક પ્રશ્નો માટે બેઠક
સુરત: ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીમાં સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં પંચાયતના પ્રમુખ યશ્વી પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા સ્તરના જનપ્રતિનિધિઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા.
હજીરા વિસ્તાર, સિંચાઈ વિભાગ, ગટર વ્યવસ્થા બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ, SUDA, DGVCL, મામલતદાર કચેરી, TDO કચેરી, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ગેસ, GSRTC, GPCB, આયોજન વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક શાખા અને RTO સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા. ચર્ચામાં પાણી, માર્ગ, ગટર, વીજ પુરવઠા, ટ્રાફિક અને અન્ય પાયાની સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પર વિશદ ચર્ચા થઇ. ધારાસભ્ય સંદીપ દેસાઈએ તમામને સંકલિત કામગીરીથી પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા સૂચના આપી.