logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત: ચોર્યાસી તાલુકા પંચાયત બેઠકમાં સ્થાનિક પ્રશ્નો ચર્ચાયા

સુરત: ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીમાં સ્થાનિક સમસ્યાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે બેઠક યોજાઈ. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય શ્રીસંદીપભાઈ દેસાઈએ સંભાળ્યું હતું. ચોર્યાસી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ યશ્વી પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને તાલુકા તથા જિલ્લા કક્ષાના જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી.

બેઠકમાં હજીરા વિસ્તાર, સિંચાઈ વિભાગ, ગટર વ્યવસ્થા બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ, SUDA, DGVCL, મામલતદાર કચેરી, TDO કચેરી, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ગેસ, GSRTC, GPCB, આયોજન વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક શાખા, RTO સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પાણી, માર્ગ, ગટર, વીજ પુરવઠા અને ટ્રાફિક સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંદીપ દેસાઈએ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપી હતી.

4
163 views

Comment