ડીસા સ્ત્રી સમાજ દ્વારા નિશુલ્ક છાશ વિતરણ કેમ્પ યોજાયો
ડીસા : ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ડીસા સ્ત્રી સમાજ દ્વારા ગાયત્રી મંદિર સામે બે દિવસથી નિશુલ્ક ઠંડી છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમ્યાન માર્ગ પરથી પસાર થતા સેંકડો રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી અને ગરમીમાંથી રાહત આપવામાં આવી. સંસ્થાના બહેનો દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.