અંબાજી: ભંડારાની ગણતરીનું 20 કેમેરા થી જીવંત પ્રસારણ શરૂ
અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભંડારામાંથી ચોરીની ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવારથી ભંડારાની ગણતરીનું 20 એચડી કેમેરા દ્વારા જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પહેલાં થયેલ ચોરીના બનાવને ગંભીરતાથી લઈને વહીવટીતંત્રે દાનની ગણતરીનું પ્રસારણ શરૂ કર્યું છે. હવે કોઈપણ સામાન્ય નાગરિક કે શ્રદ્ધાળુ મંદિર પરિસરમાં લગાવેલી મોટી એલઇડી સ્ક્રીન પર આ કામગીરી લાઈવ જોઈ શકશે. વધુ સુરક્ષા માટે ભંડાર કક્ષમાં 20 જેટલા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા ગોઠવાયા છે.